બ્રેકીંગ ન્યુઝ

અમને મજબૂર ના કરશો કે અમારે તીરકામઠા યાત્રા કાઢવી પડે: ધારાસભ્ય મહેશ વસાવા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

અમને મજબૂર ના કરશો કે અમારે તીરકામઠા યાત્રા કાઢવી પડે: ધારાસભ્ય મહેશ વસાવા

અમે ચૂંટાયેલા આગેવાનો સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે: મહેશ વસાવા

મરઘા વેચાય, બકરા વેચાય, જમીન વેચાય પણ મારા આદિવાસી સમાજની દીકરીઓ વેચાય આ દુઃખની બાબત છે: મહેશ વસાવા

ગાંધીનગરમાં યોજાયેલ સત્યાગ્રહ છાવણીમાં ડેડીયાપાડા નાં ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, આ કોઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી કે કોંગ્રેસ, નો કાર્યક્રમ નહોતો આ ક્રાયક્રમ ડેમ હટાવો આદિવાસી બચાવો સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હતો, તેમ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ એ જણાવ્યુ હતું. એટલે અહીં અમે આદિવાસી તરીકે સપોર્ટમાં આવ્યા છીએ. એક પ્રેક્ષક તરીકે સમાજ તરીકે પરંતુ અહીં રાજકીય કરણ થઈ ગયું છે. એટલે દુઃખની બાબત છે. પરંતુ ઠીક છે સમાજ ના લોકો આવ્યા છે, પોતાના અસ્તિત્વ બચવા માટે તો અમે એમને સપોર્ટ કરીશુ, અહીં કોઈ પાર્ટીની પબ્લિક નથી, પણ સમાજની પબ્લિક છે. મહેશભાઈ વસાવા એ જણાવ્યુ હતું કે સમાજના કોણ દુશ્મન છે. તે યુવાનોએ ઓળખી લેવાની જરૂર છે. આદિવાસી સમાજના લોકો જે પાર્ટીમાં હોય તે તમામ મારા ભાઇ છે. પણ તે લોકોનું બીજા લોકો રાજકીય ફાયદો ઉઠાવે તે અમને પોસાય એમ નથી. અમે ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે. વધારે નહીં બોલુ સમાજના સમર્થનમાં આવ્યો છુ. અહીં કોઈ પાર્ટીની પબ્લિક નથી પણ સમાજ ની પબ્લિક છે.

વધુ માં તેમણે જણાવ્યું હતું કે મરઘા વેચાઈ, બકરા વેચાઈ, જમીન વેચાય પણ મારા આદિવાસી સમાજની દીકરીઓ પણ વેચાય છે એ દુઃખની બાબત છે. અમે માનવતામાં માનીયે છીએ, અમારી તમે લઈ જાઓ છો તો તમારી પણ અમને આપો, રોટી-બેટી વ્યવહાર કરો અમે ક્યાં નાં કહીએ છીએ. પણ તમે અમને છેતરવાનું કામ કરો એ નઈ ચાલે.

અમારી સમાજની દીકરીઓ તમે લઈ જાઓ છો તમારા સમાજની પણ અમને આપો અમને છેતરવાનું બંધ કરી દો. આવી રીતે ઝીંક પ્રોજેક્ટ, કોરીડોર, ડેમો બનાવીને એમને હેરાન પરેશાન કરી, મધની જેમ ઉજડી દેવાનું કામ કરશો તો અમે નાં ચલાવી લઈએ. અમે ત્રિરંગા યાત્રા પણ કાઢીશું. અમને મજબૂર નાં કરશો કે અમારે તીર કામઠા યાત્રા કાઢવી પડે. છતાં નથી પણ કદાચ જીવ પર આવી જાય તો. અમે કોઈ નક્સલવાદની વાત નથી કરતા અમે અમારા હક સંવિધાનનાં અધિકારની વાતો કરીએ છીએ. એટલે શિડ્યુલ પાંચ લાગુ કરી દો, અમારા વિસ્તારમાં ટોટલ શિક્ષણની ભરતી કરી દો,બેરોજગારીના મુદ્દા છે બેરોજગારો ને રોજગારી આપી દો.તો અમે કોઈ લડાઈ નથી કરવાના અને અમને જીવાદો શાંતિથી,રાજકારણ નઈ કરીએ એના જે હક સંવિધાનના અધિકારો છે, આદિવાસીઓના મૌલિક અધિકારો છે, સાંસ્કૃતિક પ્રાકૃતિક, બોલી ભાષા એને જાળવી રાખવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है