વિશેષ મુલાકાત

MLA મહેશભાઈ વસાવાએ ડેડીયાપાડાની નવનિર્માણ પામતી સરકારી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા નાં MLA મહેશભાઈ વસાવાએ  ડેડીયાપાડાની નવી બની રહેલી સરકારી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત;

આઝાદી પછી પહેલીવાર બનેલા ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડામર રોડ નું પણ MLA મહેશભાઈ વસાવાએ જાત નિરીક્ષણ કર્યું;

ડેડિયાપાડાના MLA મહેશભાઈ વસાવાએ દેડિયાપાડામાં નવી બની રહેલી સરકારી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી, હોસ્પિટલની અધુરી કામગીરી સમયસર પૂરી ન થતાં વહીવટી તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આઝાદી પછી પહેલીવાર બનેલા કોકટી થી નિનાઈ ધોધ, શીશા, મોહબી,પાનખલા, મહુબડી સુધી બનેલા ડામર રોડ ની પણ MLA મહેશભાઈ વસાવા એ મુલાકાત લીધી હતી. તેમજ દેડિયાપાડા થી મોવી સુધીનો રસ્તો ડામર રોડ જલદી પૂણૅ થાય એવી સુચના પણ વિભાગ અને કોન્ટ્રાક્ટર ને  આપી હતી.

દેડિયાપાડાના MLA મહેશભાઈ વસાવાએ ડેડિયાપાડા ખાતે અંદાજીત ૨૭ કરોડનાં ખર્ચે તૈયાર થઈ રહેલી નવી સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને કોન્ટ્રાકટર દ્વારા સમય મયાર્દામાં કામગીરી પૂર્ણ નહીં કરવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી સરકારી સિવિલ હોસ્પિટલની કામગીરી સમય મર્યાદામાં પૂણૅ કરવામાં આવી નથી. નવી સરકારી સિવિલ હોસ્પિટલ પૂરી કરવા બાબતે ૭ માસનું એક્સ્ટેન્શન્સ આપવામાં આવ્યું છે. છતાં કોન્ટ્રાકટરે હોસ્પિટલનુ કામ પૂર્ણ કર્યું
નથી, કલર કામ બાકી છે. હોસ્પિટલમાં નાનું મોટું ઘણું કામ હજુ બાકી છે. કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર શરૂ થવાની છે. ત્યારે દેડિયાપાડાની સરકારી સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જલદી કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરવાની માંગ MLA મહેશભાઈ વસાવાએ કરી હતી. ત્યારે બાદ આઝાદીના આટલાં વર્ષોના વહાણાં વાયા પછી પહેલીવાર દેડિયાપાડા તાલુકાના કોકટી થી નિનાઈ ધોધા સુધીનો રસ્તો ડામર રોડ બન્યો છે. અને શીશા, મોહબી પાનખલાનો ડામર રોડ પહેલીવાર બનેલો છે. તેની
મુલાકાત લીધી હતી. નિનાઈ ધોધ પ્રવાસીઓને જવા આવવા માટે મુશ્કેલી નહીં પડે એવું તેમણે જણાવ્યું હતું. MLA મહેશભાઈ વસાવાએ અંદાજીત ૧૫ કરોડનાં ખર્ચે દેડિયાપાડા થી મોવી સુધીના નવા બની રહેલો રસ્તો સારો બને અને જલદી બને એવી સુચના વિભાગ અને  કોન્ટ્રાકટરને MLA મહેશભાઈ વસાવાએ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है