વિશેષ મુલાકાત

સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇ દ્વારા આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ-2023 ની ઉજવણી કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇ ( સહયોગ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, ભારત ) દ્વારા  આયોજીત આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ-2023 ની ઉજવણી કરાઈ: 

ડાંગ: મહીલા દિવસની ઉજવણી સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇ દ્વારા વઘઈ ખાતે કરવામાં આવી . જેમાં સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશનના પ્રમુખશ્રી તારાબેન કે. પવાર તથા ફેડરેશનના હોદેદાર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં આમંત્રિત મહીલા સહાયતા કેન્દ્ર વઘઈ ,પોલીસ વિભાગમાંથી જી.આર.ડી બહેનો, મહીલા અને બાળ વિકાસ વિભાગ, નારી અદાલત, વર્લ્ડ  વિઝન સંસ્થા , બ્રમ્હ કુમારીઝ તથા શ્રી આત્મ નિર્ભર ખેડૂત પ્રોડ્યુસર કંપની લિ. વઘઈ ના પ્રતિનિધીશ્રીઓ હાજર રહ્યા હતા .

મહીલા દિવસના જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી. મહીલા સમાનતા, મહીલા સશક્તિકરણ,  લિંગ સમાનતા ,બાલ લગ્ન અટકાવો, મહીલા સંગઠનનું મહત્વ, સમમાજીક સુરક્ષા , મહીલાઓના હક્કો અને અધિકારો અને સામાજીક મુદાઓ સાથે અને સંગઠનના ગીતો, સૂત્ર ઉચ્ચાર કરી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા લિંગ સમાનતા તરફ થયેલી પ્રગતિ તેમજ મહીલાઓને જીવનના તમામ ક્ષેત્રોમાં સમાન તકો અને અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા માટે હજુ પણ જરૂરી કાર્ય પર પ્રતિબિંબિત કરવા એક તક છે, 

સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇના કર્મચારી બેહનો જેમ કે પેરાવર્કર નાગરિક મિત્ર, સખીબેહનો દ્વારા અલગ અલગ સાંકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સરવર ગામનાં સહેલી જુથનાં બેહનો દ્વારા પ્રાર્થના અને સ્વાગત કરવામાં આવ્યું, રંભાસ પંચાયતના જામલાપાડા અને રંભાસ ગામનાં બહેનો દ્વારા ગરબો , ભેસકાત્રી ગામનાં સરખી સહેલી જુથનાં બહેનો દ્વારા ગામિત નૃત્ય, સાવરખડી ગામનાં બહેનો દ્વારા ડાંગી નૃત્ય, ખાતળ ગામનાં સહેલી જુથનાં બહેનો દ્વારા ડાંગી નૃત્ય, ચિચિનાંગાવઠા ગામનાં સાક્ષી જુથનાં બહેનો દ્વારા તારા નૃત્ય રજુ  કરી પ્રોગ્રામને વધુ ઉત્સાહિત બનાવી મનાવવામાં આવ્યો . અને સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનાં કમિટી બહનોને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યાં હતા. 

ત્યારબાદ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનાં ફેડરેશન ઈન્ચાર્જ ડેવલોપમેન્ટ ઓર્ગેનેઝર તરીકે ફરજ બજાવનાર અરુણાબેન આર વસાવા અને ટીમ દ્વારા સામાજીક સુરક્ષા , મહીલા સશક્તિકરણ, મહીલાઓના હક્કો અને અધિકારો અને સામાજીક મુદાઓ સાથે કાર્ય કરીશું. તે રીતે માર્ગદર્શન આપી, નિયમિત થતી સંગઠનની મિટિંગમાં આયોજન કરવાં કહી વઘુ ને વઘુ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇનનાં બહેનો પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી .

અંતે  સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇનાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનીષાબેન રવિન્દ્રભાઈ જાદવ અને સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનાં કમિટી બહેનોવતી આમંત્રીત મહેમાનોનો અને સહયોગ કરનાર આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત ટીમનો સૌનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है