
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રામુભાઇ માહલા ડાંગ
ડાંગ જીલ્લા ના શેરડી કાપણી કામદાર મજુરો, મુકારદમ પોતાના ઘરો ને તાળુ મારી જીવન નિર્વાહ માટે અન્ય જીલ્લાઓમા રવાના થયા:
ડાંગ જીલ્લા મા લગભગ 98% જેટલાં બહુકલ આદિવાસીઓની વસ્તી ધરાવતો જીલ્લો છે.
ડાંગ જીલ્લા ના આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે ડાંગ જીલ્લો એક ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે ડાંગ જીલ્લા ના ખેડુતો મોટેભાગે ડુંગરો મા ખેતી કરતા હોય છે અહીંયા ખેતી આકાશી ખેતી હોવા ના કારણે માત્ર ચોમાસા ઋતુ મા ખેતી થતી હોય છે.
ડાંગ ના 90% લોકો આકાસી વરસાદ આધારિત ખેતી પર નભતા હોય છે તેથી ડાંગ ના આદિવાસીઓ માટે બીજુ મજુરી કરવા નો કોઈ શ્રોત નહિ હોય તેથી આખો ડાંગ જીલ્લો 60% જેટલો ખાલીખમ થઈ જતો હોય છે.
મોટભાગ શેરડી કાપણી મજુરો સુબીર તાલુકા માથી અને ડાંગ ના પુર્વ પટ્ટી માથી વધુ પડતા પરિવારો કામ અર્થે મહિનાઓ સુધી હીજરત કરી જતા હોય છે.
અત્રે રોમેલ સુતરીયા દ્વારા લિખિત કવિતા ની પંક્તિ ઉલ્લેખ કરવું મુનાસીફ લાગે છે, ” સમેટી લઈ જિંદગી આખી અમે પોટલામાં.. માથે મૂકી ચાલી નીકળ્યાં.. ”
શેરડી કામદાર મજુરો પરીવાર મા ઘરે ફક્ત ઘરડા માતા પિતા રહેતા હોય છે ત્યારે કોઈ કોઈ ઘરો મા તો તાળા મારી ને જતા હોય છે સુબીર તાલુકા ના મોટા ભાગ ના ઘરો મા તો તાળા મારેલા ઘરો જોવા મળતા હોય છે.
ડાંગ આદિવાસી મજુરો વ્યાજ થી પૈસા ઉસીના લઈ ને ચોમાસુ માન માન કાડતા હોય છે મોટા ભાગ ના મજુરો શેરડી કાપણી ના મુખ્ય મજુરો (મુકારદમ) પાસેથી વ્યાજ પેટે પૈસા લઈ ને ચોમાસુ સિઝન મા જીવતા હો ય છે અને થોડી ઘણી ખેતી પણ કરી લેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ માં ખેતીની જમીન ઘણાં ઓછા લોકો કબજો ધરાવતા હોય છે . જેઓ પાસે જમીન છે તેઓ મુખ્યત્વે ખેતી અને પશુ પાલન પર આધાર રાખતા હોય છે. મોટે ભાગે આવા લોકો કામ અર્થે પલાયન કરતા નથી.
ત્યારે ચોમાસુ પૂર્ણ થતાજ ડીસેમ્બર માસ ના એન્ડ મા અમુક લોકો મુકારદમ ની લીધેલ રકમ ચુકવણી કરવા, ઘર પરિવાર ચલાવવા અને અમુક પેટનો ખાડો પુરવા ડાંગ પોતાનું માદરે વતન છોડી અન્ય જીલ્લા ઓ મા પલાયન થવા મજબુર થઈ નિકળી પડતા હોય છે.
લગાતાર 6થી આઠ મહીના જેવા લાંબા સમય સુધી અન્ય જીલ્લા ઓ મા કામ ચલાઉ ઝુંપડાઓમાં રહી ને કાળી મજુરી કરતા હોય છે. અનેક રીતે થતાં શોષણ નો સામનો કરી જીવન વિતાવવા મજબુર હોય છે.
મોટે ભાગે ટ્રક જેવાં વાહનમાં આ લોકો આખું જીવન જાણે પોટલામાં સમેટી લઈ રાજ્ય ની અલગ અલગ સુગર ફેક્ટરીઓ સુધી જતાં હોય માર્ગમાં આ કરોડ પતિઓનો કાફલો જતો હોય તેમ આ મજુરો ના વાહન રોકી ને અમુક લોકો રોકડી પણ કરી લેતાં હોય છે.
(જોકે કાયદો અને વ્યવસ્થા અને માર્ગ પર ના રૂલ્સ બધાએ પાળવા જોઈએ.)
શેરડી કાપણી શરૂ થાય ત્યા સુધી તેઓ જ્યાં ટુકડી ઉતારી ઝુંપડા માર્યા હોય તે વિસ્તારમાં ભાત કાપણી ની મજૂરી કરી જીવન ગુજરાન ચલાવી લેતાં હોય છે,
ગુજરાત ની ખાંડ ઉદ્યોગ ફેક્ટરીઓ દ્વારા ડાંગ ના મજુરો નુ જીવન ગુજરાન ચાલતુ હોય એમ માનવુ અતિરેક નથી. ત્યારે સરકારે અને ફેક્ટરી સંચાલન બોર્ડ તેઓ ના ઉત્થાન અને નાના બાળકોના સામાજિક વિકાસ માટે અસરકારક પગલાં લેવાં જોઈએ.