શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાનાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીના કૉંગ્રેસના ઉમેદવાર મેદાન એ જંગમાં ઉતરી તાલુકા સેવા સદન કચેરીએ નામાંકન ઉમેદવારી કરવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ આગેવાનીમાં ફોર્મ સુપ્રત કર્યા.
વાંસદાના સ્થાનિક સ્વરાજની ચુંટણી ને લઈ પક્ષોના ઉમેદવાર જાહેર કરેલ છે ત્યારે ઘણા સમય થી પક્ષના ઉમેદવાર 10 તારીખ સુધીમાં ઉમેદવારો ની જાહેર યાદી સુપ્રસિધ્ધ કરી હતી. જેઓના નામો જાહેર પક્ષ તરીકે જાહેર થતાં જ આજ રોજ પોત પોતાના પક્ષના ઉત્સાહથી ઉમેદવાર ગઈકાલના રોજ થી જ પોતાના પક્ષના કાર્યકરો સાથે વહેલી સવારે 10 વાગે થી તૈયાર થઈ કુકણા સમાજ ભવન ખાતે પોતાના ઉમેદવાર ના સમર્થન માં હજારો ની સંખ્યામાં કૉંગ્રેસ ના કાર્યકરો આદિવાસી ના વાજિંત્રો કહાળિયા, તારપાના નૃત્ય સાથે ઢોલ નગારા સહીત વાજતે ગાજતે વાંસદા તાલુકા કચેરીએ જઈ ફોર્મ સુપ્રત કર્યા હતાં, બંને પક્ષો ના ઘણાં ફોર્મ ભરાયા હતાં. વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક અને તાલુકા પંચાયતની 28 બેઠક પર ફોર્મ ભરાશે. વાંસદા જિલ્લા પંચાયત સીટ પર રાજીતભાઈ પાનવાલા એ ટીકીટ મળતાં કોંગ્રેસ પક્ષે રેલી કાઢી સામા પક્ષો ને પોતાનું ભવ્ય સમર્થન આજથી બતાવી દીધું છે અને જણાવ્યું હતું કે આ કૉંગ્રેસના પાંચ વર્ષ વાંસદા તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયત પર પોતાનો હક્ક જમાવશે તેવું આહવાન અને સપથ સાથે મેદાન માં ઉતરી જંગી બહુમતી થી જીતી પણ બતાવશે. તેવું તેમણે જણાવ્યું હતું. જે ગામોમાં વિકાસ નથી પહોચ્યો તેવાં દરેક જગાએ અમારાં કાર્યકર અથવા કોંગ્રેસ જન-જન સુધી જશે અને ભાજપે આપેલાં પોકળ વાયદા તેને આ વખતે ઘરે બેસાડી દેશે. ભાજપે આપેલાં ખાલી વાયદાઓ થી જીવન વિતાવવું શક્ય નથી. જેથી હવે પછી ચોકકસ ભાજપ ને જાકારો આપી ને નવસારી જીલ્લામાં બહુમતી થી વિજય મેળવીશું, તેવું વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું. હવે આવનારા દિવસમાં પક્ષોએ પોતાનુ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે, હવે તો આવનારા સમયે મતદારો નો મુડ જ બતાવી આપશે.