વિશેષ મુલાકાત

વન્યજીવોનું ગેરકાયદેસર આંતરરાજ્ય વેચાણ નુ કૌભાંડ પકડાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવેલ છે, જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર , અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર, આર. એફ.ઓ. જે.બી. ખોખર, આર.એફ.ઓ સપના બેન ચૌધરી તથા એ.સી.એફ. એ.ડી. ચૌધરી નો ખૂબજ સારો સહયોગ પ્રાપ્ત થયો,  ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને A.W.B.I. & S.P.C.A. અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે વન્યજીવ આંધળી ચાકણનો ૧૫ નંગ ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પાડવામાં આવેલ છે, ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવ નું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપી ઓની વોચમાં હતા, જે આજ રોજ સદર આરોપીઓને ૧૫ નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા ,સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયેલ છે આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબજ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે, વધુમાં ખાસ કે તાંત્રિક વિધિ માં વિશ્વાસ ધરાવતા અંધશ્રદ્ધાળુ ઓને અપીલ કે આવી બધી ગેરકાનુની માનસિકતામાં આપ સૌ આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરો છો, તથા નિર્દોષ અબોલ જીવોને રંજાડી ને ક્રૂરતા આચરી ને અબોલ જીવો ની હત્યા ના ભાગીદાર થાઓ છો સદર સરીસૃપ ને આ આ ગુનેગારો વજન વધારવા માટે સાયકલના બેરિંગના છરા તેઓના મોં વાટે શરીરમાં દાખલ કરે છે અને ક્રૂરતા આચરે છે,  જેનાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે સદર 15 જીવો નું મેડિકલ થવું પણ જરૂરી છે, તેમજ આ જીવોને કેટલાય સમયથી ખોરાક પાણી વગર રાખવામાં આવેલ છે, જેથી તેઓને તાત્કાલિક સારવાર પણ કરવી જરૂરી છે

આ બાબતે વાત કરતા ગૌસેવાના પ્રમુખ જતીન વ્યાસ ના જણાવ્યા મુજબ આ ખૂબ મોટું રેકેટ છે અને વન્ય જીવો સાથે આવી રીતે ગેરકાયદેસર લોકો દ્વારા આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કૌભાંડ આસરવા માં આવે છે, આંતરરાજય કૌભાંડ છે અને અક્કલકુવા ના આરોપીઓ કદાચ મહારાષ્ટ્ર, બોમ્બે થી આંતરરાષ્ટ્રીય કરતા હોવાનો હોવાની પણ શંકા જતીન વ્યાસ અને તેમની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, આ વિસ્તારમાં આ સિવાય પણ સુરક્ષિત વન્યજીવોની તસ્કરી થતી હોવાની સંભાવના નકારી શકાતી નથી માટે વનવિભાગે કમર કસવી પડશે તો આવા કૌભાંડ પકડાશે આતો vhp અને ગૌરક્ષાના કાર્યકરોને માહિતી મળી હતી તેના કારણે પકડાયો છે બાકી જંગલ ખાતુ કોન્ટ્રાક્ટના કામ કરવા માંથી ઉંચુ નથી આવતું નથી આવતું .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है