
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માંડવી ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ચૂંટણી આયોગ દ્વારા બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું.
માંડવી ખાતે અગામી તારીખ 7 .12. 2022 ના રોજ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ના સંદર્ભ ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ખર્ચ ઓબ્ઝર્વર ડો. કુંદન યાદવ આઇઆરએસ દ્વારા અત્રેની 157 માંડવી અ.જ જા. વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લેવામાં આવી.
આ મુલાકાત દરમિયાન ચૂંટણી ફરજમાં જોડાયેલ વિવિધ ટીમો જેવી કે એફ એસ ટી, વી એસ ટી, એસ એસ ટી, એમ સી સી, તેમજ એકાઉન્ટિંગ, ટીમોના સભ્યો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીના ખર્ચ નિયંત્રણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વર તથા તથા મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંડવી હાજર રહ્યા હતા. ત્યારબાદ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા અત્રેનીવિધાનસભા મતવિસ્તારમાં કાર્યરત તડકેશ્વર ચેક પોસ્ટ તથા લીંબી ચેકપોસ્ટ ની મુલાકાત લેવામાં આવી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
પત્રકાર: ઈશ્વરભાઇ સોલંકી માંડવી.