શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ, કંસાલી, અને આંબાવાડી ગામે પેવર બ્લોક,સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શેડ, મધ્યાહન ભોજન કીચન શેડ, સી.સી.રસ્તો, તેમજ ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેવર બ્લોક માટે ૨ લાખ, ગોદરેજ ફળીયામાં મહેશભાઈ ગામીતના ઘરેથી પેવર બ્લોક ૭૫૦૦૦/-રૂ., શરદભાઈ મકનજીના ઘરે સુધી ,૭૫૦૦૦/- રૂ., ધનુબેન મહેન્દ્ર ઘરેથી મેઈન રોડ સુધી સી.સી.રોડ ૩ લાખ સ્વભંડોળ તાલુકા પંચાયત માંથી, તોરણ ફળીયામાં રંગાજીભાઈ નગીનના ત્યાં શાળાનું કામ ૫૦.૦૦૦/- રૂ. માધ્યમીક શાળાએ શેડ, કંસાલી ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કીચન શેડ ૨ લાખ, હરેન્દ્ર રણછોડના ઘરેથી પેવર બ્લોક ૨ લાખ ૧૫ હજાર, મેઈન રસ્તાથી મંજુબેન મનુના ઘર સુધી રસ્તાનું કામ ૫ લાખ, કોલોની ફળિયામાં રૂપજીભાઈના ઘરથી જયંતિભાઈના ઘર સુધી સી.સી.રોડ ૧ લાખ ૫૦,૦૦૦/- કલોની ફળીયામાં પેવર બ્લોકનુ કામ ૩ લાખ, જીતેન્દ્રભાઈ ચતુરના ઘરેથી રૂપાજીભાઈના ઘર સુધી સી.સી.રોડ ૭૫૦૦૦/-, આંબાવાડી ગામે ઉત્તમભાઈના ઘરેથી પ્રદીપભાઈના ઘર સુધી સી.સી.રોડ ૨ લાખ ૯૦,૦૦૦/- કુંડી ફળીયામાં સી.સી.રોડ ૫ લાખ, સતકૈવલ મંદિરથી અરવિંદભાઈના ઘર સુધી ડામર રોડ ૩ લાખ, કલોની ફળીયામાં પેવર બ્લોક ૫ લાખ મળી કુલ ૪૪,૩૦,૦૦૦/- રૂપિયા નું કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઇ, ચંદનબેન, સરપંચ, ઉપ સરપંચ તેમજ ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.