
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ તાલુકાના દેરોલ ચોકડી પરથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો (પિસ્તોલ) નંગ-૦૨ તથા મેગજીન નંગ-૦૨ અને કાર્ટીઝ નંગ-૧૯ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ:
આગામી દિવસોમાં રથયાત્રાના તહેવારને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને તાજેતરમાં જ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાયખા GIDC નજીક અગ્નિશસ્ત્ર વડે ફાયરીંગથી અંગત અદાવતમાં મર્ડર થયાની ઘટના બનવા પામેલ હતી. આવી ગંભીર ઘટના ભવિષ્યમાં બનવા ન પામે તે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લા CB, SOG, પેરોલ સ્ક્વોડ તથા ભરૂચ જીલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા તથા ભવિષ્યમાં હથીયાર બાબતે ગુનાહીત ઇતિહાસ ધરાવતા ઇસમો ઉંપર સતત વોચ રાખવા તેમજ ભરૂચ જીલ્લાને ગે.કા.હથીયારથી મુત્ત રાખવા સુચના આપેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલ બાતમી આધારે એલ.સી.બી.ની ટીમ વોયમાં રહેલ દરમ્યાન દેરોલ ચોકડી ખાતે ઉપરોક્ત બાતમી વર્ણનવાળો ઇસમ ટ્રાવેલિંગ બેગ સાથે આવતા તેને પકડી લઈ તપાસતા તેની પાસેથી ગેરકાયદેસરની હાથ બનાવટની પિસ્તલ નંગ-૦૨ તથા વધારના એક્સ્ટ્રા ખાલી મેજીન નંગ-ર તેમજ 7.65 MM.ના જીવતા કાર્ટિઝ નંગ-૧૯ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પો.સ્ટે. આર્મ્સ એક્ટ હેઠળ મુજબ ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરેલ છે.
આગમી દિવસોમાં પણ ગે.કા.હથીયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી LCB/SOG તથા ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આવી જ રીતે કડકાઇપૂર્વક કામગીરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,
પકડાયેલ આરોપી: મોહમદ સેરાજ અનવર ઉર્ફે સીરાજ s૮૦ મંજોર આલમ અંસારી હલ રહેવાસી-મકાન નંબર ૧૪૭ એકતાગીન સોસાયટી ભીમપુરા આમોદ જી.ભરૂચ મુળ રહેવાસી- એ-૭૬૫૪૨ સુભાષ માર્કેટ, કોટલા મુબારકપુર, લીધીરોડ, દીલ્હી -૧૧૦૦૦૩, તથા મુસ્લીમ રાધવપુર ઘટના (બિહાર)
કબ્જે કરેલ મુદામાલ : (૦૧) દેશી બનાવટની પિસ્તોલ નંગ-૦૨ કિં ૩,૫૦,૦૦૦/ (૦૨) ખાલી મેગજીન નંગ-૦૨ કિ.રૂ. ૪૦૦/ (03) 7,65 MM, જીવતા કાર્ટીઝ નંગ-૧૯ કિ ૩,૧૯૦૦/ (૦૪) રોકડા રૂપીયા ૩,૩ ૧૦૪ (૦૫) મોબાઇલ નંગ-૦૩ કિ.૩.૬,000/
કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૬૧,૬૧૦
આરોપીની MO તથા હેતુ: હાલ સુધીની તપાસમાં કેફીયત આપેલ છે કે પકડાયેલ આરોપી પોતાના આર્થિક ફાયદા સારૂ ઉપરોક્ત પકડાયેલ અગ્નિશસ્ત્રો બિહાર પટનાથી વેચાણ અર્થે લઇ આવેલ અને ભરૂચમાં વેચવાની ફીરાકમાં હતો. આ ઉપરાંત આરોપી ભારતના અલગ અલગ રાજ્યો તથા ભારત બહાર મલેશીયા બે વર્ષ રહી આવેલ છે. આ હથીયાર કોની પાસેથી કેવી રીતે લાવ્યો ! અને કોને આપવાનો હતો ? આ પકડાયેલ હથીયાર સિવાય કોઇ હથીયારની હેરાફેરી કરેલ છે કે કેમ ? તે બાબતે વધુ તપાસ ચાલુ છે.
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ:
પો.ઇન્સપેક્ટર શ્રી જે.એન. ઝાલા પો.સબ ઇન્સ.પી.એસ.બરંડા, પો.સબ ઇન્સ. એ એસ ચૌહાણ, પો.સબ ઇન્સપેક્ટર વાય.જી ગઢવી, ASI બાલુભાઇ આહીર, ASI પ્રદીપભાઇ, HC ગણપતસિંહ વાઘેલા, HC અજયભાઇ, HC, ચેતનસિંહ, HC સંજયદાન, HC જોગેન્દ્રદાન, HC પરેશભાઇ, PC ફીરોજભાઇ, P નરેન્દ્રભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.