
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા લોકહિતની જાહેર જનતાને નમ્ર અપીલ:
નર્મદા જિલ્લાના તમામ ગામના સરપંચશ્રીઓ તેમજ ગામના વડીલ આગેવાનો અને રાજપીપળા શહેર પ્રમુખશ્રી તેમજ તમામ પાર્ટીના જિલ્લાના અને તાલુકાના પ્રમુખશ્રીઓ અને હોદેદારશ્રીઓ અને જિલ્લાના દરેક સામાજિક સંગઠનોના પ્રમુખશ્રીઓ અને નર્મદા જિલ્લાના તમામ નાના-મોટા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ તેમજ સફાઈ કર્મીઓ હોદ્દેદારો ને અમારી નર્મદા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ તરફથી નમ્ર વિનંતી છે કે દિવસે ને દિવસે આપણા નર્મદા જિલ્લામાં ગ્રામ્ય લેવલે અને શહેરમાં કોરોના કેસ જે વધી રહ્યા છે તે માટે તમે તમારા વિસ્તારમાં ગામ હોય, શહેર હોય ફળિયુ હોય, કે શેરી હોય, ત્યાંના લોકો વગરકામના ઘરની બહાર ના નીકળે અને ટોળા વળીને ભેગા થવાનું ટાળે તેનું ધ્યાન રાખો જો આપ સર્વ પ્રમુખો ધ્યાન રાખશો તો ચોક્કસથી આપણે કોરોના સંક્રમણ થતું અટકાવી શકીશું તથા અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે દશા માતા નું વ્રત ચાલે છે અને આવનારા દિવસોમાં ઘણા બધા તહેવારો આવવાના છે તેમજ મુસ્લિમ ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં ઈદનો તહેવાર આવવાનો છે તો આપ સૌ ભાઈઓ બહેનો ને તથા અન્ય ગામડામાંથી રાજપીપળા જીવનજરૂરી વસ્તુ ખરીદવા આવતા લોકોને નમ્ર વિનંતી છે કે સરકારી પ્રશાસન આપણી સુરક્ષા કરવા રાત દિવસ પોતાના પરિવારથી દૂર રહી અને આટલા મોટા ભયંકર કોરોના રોગનો સામનો કરી આપણી સેવા કરી રહ્યા છે એવા જિલ્લા કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીઓ ડોક્ટરશ્રીઓ નર્સો તથા તેમના અન્ય સ્ટાફ તથા જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ અને પી.આઈ. પી.એસ.આઇ અને પોલીસ કર્મીઓ ટ્રાફિક બ્રિગેડના ભાઈઓ-બહેનો આ તમામ પ્રજાના હિત અને સુરક્ષા માટે રાત દિવસ પોતાના જીવનું જોખમ લઈને આપણી સેવા કરે છે એમને આપ સહુ ભાઈઓ-બહેનો સહયોગ આપો તથા સરકારના નિર્દેશનનું પાલન કરો જેથી આ વૈશ્વિક કોરોના મહામારી આપણા વિસ્તાર તેમજ સમગ્ર દુનિયામાંથી આપ સૌના સહકારથી દૂર થાય અને જે પણ લોકો અત્યારે કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યા છે એ તમામ ભાઈઓ બહેનો વહેલી તકે સ્વસ્થ અને તંદુરસ્ત થઈને ઘરે પોતાના પરિવાર ની સાથે રહે એવી આપણે સહુ પ્રભુને પ્રાર્થના કરીએ અને અત્યંત જરૂરી કામ હોય તોજ ઘરની બહાર નીકળો અને દોગજની દુરી ( સોસીયલ ડિસ્ટન્સ ) રાખવાનો સંકલ્પ કરો તથા માસ્ક ચોક્કસથી પહેરો નાક અને મોઢું ઢાંકેલું રાખો શરદી ખાંસી જેવું લાગે તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરો આપ સૌ ભાઇઓ-બહેનો કોઈપણ કામ વગર ઘરની બહાર ના નીકળશો અને આજે નર્મદા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચો એવી આપ સૌને નર્મદા જિલ્લા સરપંચ પરિષદની નમ્ર વિનંતી છે???
સરપંચ પરિષદ ગુજરાત
નર્મદા ઝોન પ્રમુખ
નિરંજનભાઇ એન.વસાવા