વિશેષ મુલાકાત

બાજીપુરા ખાતે આગામી ૧૩ માર્ચે યોજાનાર ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

બાજીપુરા ખાતે આગામી ૧૩ માર્ચે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીના યોજાનાર ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

આપણે સૌ પોતાની જવાબદારી સમજીને ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમને સફળ બનાવીએઃ- રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

 વ્યારા-તાપી: તાપી જિલ્લાના બાજીપુરા (સુમુલ દાણ ફેકટરી) ખાતે આગામી ૧૩ માર્ચે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનાર ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજના- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માજી કેબીનેટ મંત્રીશ્રીઓ ગણપતસિંહ વસાવા, ઈશ્વરસિંહ પરમાર,  કાન્તિભાઈ ગામીત, સાંસદશ્રી પરભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ, તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતાપૂત્ર અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આગામી ૧૩ માર્ચે પધારનાર હોઈ આપણાં સૌના માટે ગૌરવની વાત છે. દેશના પહેલા સહકાર મંત્રી આપણાં જિલ્લામાં આવનાર છે ત્યારે તેમનો આવકાર સમારોહ ભવ્ય રીતે યોજાય તે માટે આપણે સૌએ પોતાની જવાબદારી સમજીને કામ કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેવુ સુચારૂ આયોજન કરવા મંત્રીશ્રી પટેલે વહીવટીતંત્ર/પદાધિકારીઓ અને સહકાર વિભાગ-સુમુલના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. વધુમાં તમામ પદાધિકારીઓ ને કોઈપણ મુશ્કેલી હોય તો તેની જાણ કરી કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે કામમાં જોતરાઈ જવા અનુરોધ કર્યો હતો.

તાપી કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ બેઠકની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે સબંધિત અધિકારીએ હેલીપેડ, ગ્રીનરૂમ તેમજ ડસ્ટ ફ્રી વ્યવસ્થા કરવાની રહેશે.પોલીસ અધિક્ષક સાથે પરામર્શ કરીને રોડ ડાયવર્ઝન અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ તથા સેઈફ હાઉસ માટે ડી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ વ્યવસ્થાઓની ચકાસણી કરીને સમયસર પ્રમાણપત્ર આપવાનું રહેશે. કાર્યક્રમ માટે અગાઉથી આવનાર મહાનુભાવો માટે વ્યારા, વાલોડ, સોનગઢ, ઉકાઈ તથા બારડોલીના સરકીટ હાઉસો અનામત રાખવાના રહેશે. મુખ્ય મંચની બેઠક વ્યવસ્થા, ઈલેકટ્રિફિકેશન ની ચકાસણી કાર્યપાલક ઈજનેરશ્રીઓએ કરવાની રહેશે. વાહન ટ્રાફિકીંગ તથા પાર્કિંગ,ક્રેન વ્યવસ્થા આર.ટી.ઓ.અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકે જોવાની રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલની ત્રણ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત ડેઝીગ્નેટેડ હોસ્પિટલ,મેડિકલ સ્ટાફ અને ૧૦૮ની ટીમો તૈયાર રહેશે. લોકો માટે પાણીની વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવાની રહેશે. સ્વચ્છતા તેમજ ફાયર સેફટી અંગેની જવાબદારી તેમજ અન્ય તમામ કામગીરી માટે સબંધિત અધિકારીશ્રીઓને જવાબદારી સોંપી આદેશ કરવામાં આવ્યા છે. અગાઉ કરેલી સમીક્ષા બેઠક મુજબ તમામ અધિકારીઓએ સુમુલના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી માઈક્રો પ્લાનિંગ કરવાનું રહેશે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે કલેકટરશ્રી વઢવાણિયાએ કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.

સમીક્ષાની આ બેઠકમાં સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, ડાંગ જિલ્લા પોલીસ વડાશ્રી રવિન્દ્રભાઈ જાડેજા, એપીએમસી. ચેરમેન રમણભાઈ, સુમુલના વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠક, તાપી પ્રભારી અશોકભાઈ ધોરાજીઆ, સુરતના સંદિપભાઈ, સુરત અને તાપી જિલ્લાના સહકારી આગેવાનો, કાર્યકરો, જિલ્લા, તાલુકાના પદાધિકારીઓ, વ્યારા નગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, સોનગઢ પ્રમુખ ટપુભાઈ, તાપી સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત સહિત સુમુલના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है