
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સ્વચ્છ ભારત મિશનની સોનગઢ તાલુકાની ટીમ તમામ ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ અગ્રેસર:
વ્યારા: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ તાલુકાના તમામ ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તફ અગ્રેસર છે. સોનગઢ એસબીએમ ટીમના ટેક્નિકલ દિવ્યેન ગામીત સહિત સંપૂર્ણ ટીમે મલંગદેવ અને ઓટા ગામે સરપંચશ્રી, તલાટીશ્રીઓ સાથે સંકલન સાધી ઘન કચરા વ્યવસ્થાપન સહિત ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.
સ્વચ્છ ભારત મિશન ટીમએ ગ્રામજનોને સુકા અને ભીના કચરા વચ્ચેના તફાવતને ઉદાહરણ સહિત વિસ્તૃત રીતે સમજાવી જાગૃત કર્યા હતા.
સાથોસાથ સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરી ડોર ટુ ડોર કલેક્શન કરવા આવતી ટીમને કચરો આપવા જણાવ્યું હતુ. સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ બાદ ગામમાં ગંદકીનું પ્રમાણ નહીવત રહે તે માટે ગ્રામજનો માટે કચરાપેટી ઉપલબ્ધ કરાવી હતી. તેમજ ગામમાં થઈ રહેલા સ્વચ્છતાલક્ષી કાર્યની સ્થળ મુલાકાત લીધી હતી.