
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર
તરસાડી નગરપાલિકાનાં વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના વિકાસકામ તેજ ગતિએ પ્રિ-મોન્સુન કામગીરી જરૂરી!
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વોર્ડ નંબર ત્રણમાં ડ્રેનેજ લાઈનનું વિકાસ કામ હાલમાં ચાલી રહયું છે, જેનું નિરીક્ષણ નગરપાલિકાનાં પ્રમુખ પ્રફુલભાઈની સાથે તરસાડી નગરનાં સ્થાનિક કોગ્રેસી કોર્પોરેટરો તથા કોંગ્રેસનાં આગેવાનો શાયરાબેન મલેક, તેયબબીબી પઠાણ, ઈબ્રાહીમ શાહ, ડો.નટવરસિંહ આડમાર, ગુલામભાઈ પઠાણ વગેરેનાંઓએ ડ્રેનેજ લાઈનનું જે વિકાસ કામ ચાલી રહ્યું છે એનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.