
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે આવેલ જાનકી આશ્રમ ખાતે રક્ત દાનનો કાર્યક્રમ યોજાયો હતો , આ પ્રસંગે યુવાનોને સ્થાનિક હોદ્દેદારો દ્વારા પ્રમાણ પત્ર તેમજ પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સાગબારા તાલુકા તેમજ દેડીયાપાડા તાલુકાના 40 થી 50 યુવાનોએ રક્તદાન કર્યું હતુ, આ બ્લડ વસ્તુ એવી છે કે એની કોઈ કંપની કે કોઈ ફેક્ટરીઓ નથી કે આપણે એને ઉત્પન્ન કરી શકીએ દરેક સમાજના લોકોની ફરજ બને છે કે તમે પણ રક્તદાન કરો અને જે લોકોને ખરેખર બ્લડની જરૂર હોય છે, એવા જરૂરિયાત મંદ લોકોને આપ સહુના બ્લડથી નવું જીવન મળે અને દરેક લોકો જાગૃત થાય અને બ્લડ ડોનેટ કરે અને સેવા સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રક્તદાન શિબિર ” રૅડ ક્રોસ બ્લડ બેન્ક રાજપીપળા ” ને આપવામાં આવ્યુ હતુ, આપણા રક્તદાનથી એક દર્દીની જિંદગીમાં નવી આશાનો સંસાર થશે, કલ્પનાતિત સિદ્ધિઓ હાંસલ કરી ચૂકેલ માનવ વિજ્ઞાન પણ જેનો વિકલ્પ શોધી શકેલ નથી એવા માનવ રકતનો એકમાત્ર વિકલ્પ માનવ રક્તજ છે. માનવ રક્ત એ કોઈ ધર્મ,જ્ઞાતિ,કે સંપ્રદાય નથી, આપના દ્વારા કરવામાં આવેલ આ શ્રેષ્ઠ દાન ” માનવ સેવા એજ પ્રભુ સેવા “ની ઉક્તિ સાર્થક કરે છે. મિત્રો, સગા- સંબંધી તેમજ સ્નેહીજનોને સ્વૈચ્છિક રક્તદાન કરવા પ્રેરણાસ્ત્રોત બની રહે એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, આ પ્રસંગે પૂર્વે MLA મોતીસિંહ વસાવા, મા.જિ.પં.સભ્યશ્રી શંકરભાઈ વસાવા, મા.જી.જિ.પં.પ્રમુખશ્રી મનજીભાઈ એસ.વસાવા, સાગબારા પ્રમુખશ્રી મોતીભાઈ વસાવા, જાનકી આશ્રમના સંચાલકશ્રી સોનજીભાઈ વસાવા, યુવા મોરચાના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ લુહાર, સાગબારા યુવા મોરચાના પ્રમુખશ્રી નિલેષ વસાવા,મહામંત્રી રોહનભાઈ એસ.વસાવા તેમજ દેડીયાપાડા તેમજ સાગબારાના યુવાનમિત્રો અને કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.