શ્રોત: પ્રેસ નોટ તાપી;
તાપી જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરીએ જિલ્લાના સોનગઢ તથા ઉચ્છલ ખાતે “કોરોના” પોઝેટિવ કેસ સંદર્ભે જાહેર કરાયેલા કન્ટેઈનમેંટ ઝોન વિસ્તારની જાત મુલાકત લઈ, ઉપયોગી સૂચનો કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
સોનગઢ નગરના મિસ્ત્રી ફળિયું તથા ઉચ્છલના હનુમાન ફળિયાની મુલાકાત વેળા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ સહિત સોનગઢ અને ઉચ્છલના તાલુકા હેલ્થ ઓફિસરો, મામલતદરશ્રીઓ વિગેરે સાથે કન્ટેઈનમેંટ ઝોન બાબતે જરૂરી પરામર્શ કરી, પોઝેટિવ કેસોના કોંટેક્ટ ટ્રેસિંગ બાબતે જાણકારી મેળવી હતી. કન્ટેઈનમેંટ ઝોન વિસ્તારના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સાથે હેલ્થ સ્ટાફ તથા આશા વર્કર પાસે જરૂરી પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની પણ આ ઉચ્ચાધિકારીઓએ ખાતરી કરી હતી,