વિશેષ મુલાકાત

ડેડીયાપાડા ની ૬૦ વર્ષ જૂની તાલુકા પંચાયત કચેરી બિસ્માર હાલતમાં; ખુદ વિકાસની રાહ જોતી વિકાસ અધિકારીની કચેરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ગતિશીલ ગુજરાત! ડેડીયાપાડા ની ૬૦ વર્ષ જૂની તાલુકા પંચાયત કચેરી બિસ્માર હાલતમાં;

ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની કેબિનમાં છત નાં પોપડા પડ્યા, સામાન્ય ઇજા; કોઈ જાનહાની નહિ થતાં રાહતના સમાચાર; 

તાલુકા પંચાયત કચેરી ૬૦ વર્ષ જૂની, ચાર દિવસ પહેલા પણ કચેરીના બાથરૂમમાં છત નો એક ભાગ પડ્યો હતો;

દરરોજના ૩૦થી ૪૦ કર્મચારી સહિત હજારો લોકો ઓફિસ ની મુલાકાતે આવે છે, તાત્કાલિક નવી ઓફીસની મંજૂરી મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે;

ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ની કચેરી આવેલી છે જે અંદાજે 1960ની આસપાસ ના વર્ષ જૂની છે, અંદાજીત 62 વર્ષ જૂની છે ખુબ જ જર્જરીત થઈ ચૂકી છે, અઠવાડિયા પહેલાં બનેલી ઘટના કે  જેમાં તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા તેમની ચેમ્બર માંથી બાથરૂમ તરફ ગયા હતા ત્યારે અચાનક જ છતનો એક ભાગનો મોટો ટુકડો તેમના ઉપર પડ્યો હતો, પરંતુ તેઓની  સતર્કતા ના લીધે અકસ્માત નો ભોગ બનતા બચી ગયા  હતા, નાની સરખી ઈજા થઈ હતી પરંતુ જીવજોખમ ટળ્યું હતું અને TDO સહિત ત્યાં કામ કરતા 30 થી 40 સ્ટાફ તથા રોજના હજારો માણસો આ ઓફિસ ની મુલાકાત લે છે, જેમને પણ જીવનું જોખમ ઊભું થયું છે, તો તાત્કાલિક આ ઓફિસને જર્જરિત જાહેર કરી ઓફિસ નહીં ખસેડાય તો તમામ લોકોના જીવ નું જોખમ ઊભું થયું છે, માટે તાત્કાલિક આ ઓફિસ નવી બનાવવાની ખુબજ  જરૂરીયાત ઉભી થઇ  છે, અને આ જર્જરિત ઓફિસને તત્કાલ બંધ કરવાની પણ જરૂર ઊભી થઈ પડી છે, આમ ડેડીયાપાડા તાલુકાના વિકાસની જવાબદારી જેના માથે છે તેવી તાલુકા પંચાયત ની ઓફીસ પોતાના વિકાસની રાહ જોઈ રહી છે, આજે ઓફિસમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નો વહીવટ થાય છે આજે ઓફિસ હજારો પાકા મકાનો સહિત વિકાસના તમામ કામ કરે છે, ત્યારે ખુદ આ ઓફિસ પોતાનો વિકાસ માટે ઝંખી રહ્યુ છે, વર્ષો પહેલા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી પ્રાંત કચેરી નવા બની ગયા, પરંતુ તાલુકા પંચાયત કચેરી હજુ સુધી બનવા પામી  નથી જેના કારણે તમામ કર્મચારી અધિકારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઓફિસ ખૂબ જૂની છે અંદાજિત ૬૦ વર્ષ ઉપરની છે અને હું જ્યારે ચાર દિવસ અગાઉ બાથરૂમમાં ગયો હતો ત્યારે છત નો ભાગ અચાનક મારા ઉપર પડ્યો હતો મને નાની-મોટી ઇજા થઇ હતી, પરંતુ જીવ બચી ગયો હતો ખરેખર આ ઓફિસમાં બેસવું જોખમકારક છે જેથી અમે પણ કચેરીએ જાણ કરી છે કે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અને બિલ્ડીંગ મળે, નવી બિલ્ડીંગ બને તો તાલુકાની જનતાને ફાયદો થાય:- કનૈયાલાલ વસાવા (તાલુકા વિકાસ અધિકારી).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है