વિશેષ મુલાકાત

ડેડીયાપાડા ના પી.આઈ ની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો:

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ  24X7 વેબ પોર્ટલ 

ડેડીયાપાડા ના પોલીસ ઇન્સ્પેક્ટર ની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વો માં  ફફડાટ ફેલાયો  છે  જેથી  પોલીસે પોતાનું નિભાવેલ કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક ફરજ બાબતે  પંથકમાં ખૂબ જ પ્રશંસાઓ  થઈ રહી છે: 

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.આઈ  તરીકે ફરજ બજાવતાં પ્રકાશ પંડ્યા 2019 ની સાલમાં ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ અધિકારી તરીકે નામના મેળવી ચૂક્યા છે અને માન્ય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ષ 2019 માં ટ્રોફી પણ મેળવી ચૂક્યા છે જેના કારણે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ તેમને અભિનદન આપી  ચૂક્યા છે.

ડેડીયાપાડામાં બનેલ છેલ્લા ત્રણેય બળાત્કારના ગુનાઓ માં બનાવોમાં ફરીયાદીએ ૧૮૧ નો સહારો લીધેલ પોલીસને જાણ થતાં તેમણે પોતાના તાંબા હેઠળના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તપાસ અધિકારીઓ સૂચના આપી હતી કે તમામે તમામ સંબંધી ગુના કે ગંભીર ગુનામાં તાત્કાલિક ધોરણે મને જાણ કરવી જેથી પોલીસ જવાન કે પોલીસ હેડ કોન્સ્ટેબલ આ બાબતની પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ પંડ્યાને જાણ કરે કે તરત તેઓ તાત્કાલિક આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેતા અને જે જે બાળકીઓ આ ગુનાની ભોગ બની છે તેની ઘટના સ્થળે મુલાકાત લઇ ખૂબ જ દિલથી આ બાળકીઓને ન્યાય આપવાનો તેમણે નક્કી કર્યું હતું અને પોલીસે તમામે તમામ આરોપીઓ સામે કાયદેસરની કામગીરી કરવાની શરૂ કરી જેના કારણે પોલીસે સમાધાન નહી પરંતુ ફરીયાદીના પડખે ઊભા રહી આરોપીઓને પકડી કાયદેસર ગુના દાખલ કરેલ છે.

અને ગુના દાખલ કર્યા પછી તમામ ગુનાઓમાં સાંયોગિક પૂરાવા મેળવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.  જેથી આ તમામ બાળકીઓને રાક્ષસી પંજા માંથી મુક્તિ મળી છે અને આરોપીઓ જેલ ભેગા થયા છે જે ખરેખર ખુબ જ સરાહનીય બાબત ગણી શકાય  બાળકીઓની જિંદગી બદલવાનો નિર્ધાર અને તેમના દુઃખ દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ બન્યા છે આવા સજ્જન પોલીસ અધિકારીના કારણે જ કદાચ ડેડીયાપાડામાં એક સાથે ત્રણ ત્રણ પોલીસ ફરીયાદ નોંધાઈ છે નહિતર આ બાળકીઓનો જીવન દુષ્કર બની જાત.

આ તપાસ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં પીઆઇ પ્રકાશ પંડ્યા એ જણાવ્યું હતું કે આ ગુનાઓનો ભેદ કેવી રીતે શોધી શક્યા ત્યારે તેમણે જણાવ્યું હતું ડેડીયાપાડામાં એક પછી એક બાળકીઓને લગતી બળાત્કારની ઘટના મારી  નજરમાં આવતા મેં તાત્કાલિક ધોરણે તમામ જગ્યાએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ખરેખર તમામ બાળકીઓ પીડીત હતી અને દુઃખથી કણસતી હતી જેથી મેં નિર્ધાર કર્યો કે તમામને ન્યાય આપવો જોઈએ જેથી ત્રણેય કેસોમાં પોસકો હેઠળ નો ગુનો નોંધાતો હોય અને બાળકીઓનો રક્ષણની જવાબદારી પોલીસની બની ત્યારે આ જવાબદારી નિભાવ માટે ને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરાવી મેડિકલ ટેસ્ટો કરાવ્યા અને તમામે તમામ આરોપી માંથી કોઈ છટકી ન જાય તેવી તમામ કાળજી રાખીને ત્રણેય કેસના આરોપીઓને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે જેથી બીજી કોઈ બાળકીઓ આવા દરિંદા ના હાથમાં ના આવે અને સમાજમાં અસામાજિક તત્વો માં કાયદો અને વ્યવસ્થા બાબતે દાખલો બેસાડી સકાય  તેવા શુભ આશયથી આ તપાસ કરવામા આવી હતી અને સાથે વર્ષ-૨૦૨૩માં બનવા પામેલ શરીર સંબંધિત ગુનાઓના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલ છે.

અને નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂબે અને નાયબ પોલીસ વડા જે.એ.સરવૈયા ના માર્ગદર્શન હેઠળ બનાવેલ SHE ટીમને ખરા અર્થમાં નર્મદા જીલ્લાના અંતરિયાળ વિસ્તાર  ગામે ગામ ફેરવી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, ૧૮૧, ૧૦૮, ૧૯૩૦,૧૦૦ નંબર વિગેરે જેવી હેલ્પલાઇનનું આંતરિયાળ ગામડાઓના દરેક માણસને જ્ઞાન આપવામાં આવ્યું  છે, તેના પરિણામના ભાગરૂપે આ તમામ કિસ્સાઓ બહાર આવ્યા છે. ડેડીયાપાડા પો.સ્ટેશન માં પણ એ જ પ્રકારની કામગીરી જોવા મળેલ છે. 

  પત્રકાર:  દિનેશ વસાવા ડેડીયાપાડા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है