શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:
વ્યારા-તાપી: તાપી જિલ્લા પુરવઠા સમિતિની અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રીની ચેમ્બરમાં યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ૧૦૦ દિવસના ટાર્ગેટ અન્વયે જે લાભાર્થીઓની નોંધણી કરવાની પેન્ડીંગ હોય તેને ઝડપથી લાભમાં આવરી લેવા ઉપરાંત રેશન કાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લીંક કરવાની કામગીરી ૧૦૦ ટ્કા થાય એ માટે યોગ્ય આયોજન કરવા સુચન કર્યા હતા. વધુમં તેમણે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા ફોર્ટીફાઇડ ચોખા સંપુર્ણ રીતે આરોગ્યપ્રદ છે. આ અંગે લોકોમાં પ્રવર્તમાન ખોટી માન્યતાને દુર કરી લોકોને આ અંગે જાગૃત કરવા ખાસ સુચન કર્યા હતા.
બેઠકમાં ઇંચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી અને ચીટનીશ બી.બી.ભાવસાર એ જણાવ્યુ હતુ કે, પ્રધાન મંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ૧૦૦ દિવસના લક્ષ્યાંક મુજબ કુલ-૩૦૩૮ કુટુંબોને વિનામુલ્યે ગેસ કનેકશન આપવાનો ટાર્ગેટ હતો જેમાંથી હાલ ૨૯૩૦ કુટુંબોને કનેકશન આપવામાં આવ્યા છે. વ્યાજબી ભાવની દુકાન પર રેશન કાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લીંક કરવાની કામગીરી ૯૮.૯૭ ટ્કા પુર્ણ કરવામાં આવી છે. અંતે વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં ૯૩૫ ટ્રાન્ઝેકશન, ૩૩૧ આંતર જિલ્લા, ૯૩ આંતર રાજ્ય અને ૭ અન્ય રાજ્યમાં ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્ય અંગે જાણકારી આપી હતી.
બેઠકમાં અધિક જિલ્લા નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી સહિત જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.