શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે “માસ્ક સેલ્ફી ઝુંબેશ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેર જનતાને એક હજારથી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યા:
તાપી: “ટીબી મુક્ત ભારત”ના પરિકલ્પનાને સાકાર કરવા ભારત સરકારના સેન્ટ્ર્લ ટીબી ડીવીઝન દ્વારા દર વર્ષે તા.૨૪મી માર્ચના રોજ “વિશ્વ ક્ષય દિન”ની ઉજવણી કરવામાં આવે છે. હાલની કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતા જન આંદોલનના ભાગરૂપે સામાજીક અંતર જાળવી “વિશ્વ ક્ષય દિન”ની ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે જિલ્લા ક્ષય કેંન્દ્ર તાપી દ્વારા “માસ્ક સેલ્ફી ઝુંબેશ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જનતાને વિવિધ સ્થળોએ નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. “ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત ગુજરાત” તથા “ટીબી હારેગા દેશ જીતેગા” ના સુત્રો વાળા એક હજારથી વધુ માસ્ક લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા. તથા લોક સમુદાયમાં માસ્ક લેનારને સેલ્ફી લેવા વિનંતી કરી સામાજિક અંતર જાળવી સેલ્ફી લેવામાં આવી હતી. આ કામગીરી જિલ્લા ક્ષય અધિકારી ડો.અભિષેકકુમાર વી.ચૌધરી અને એનટીઇપીના કર્મચારી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.