વિશેષ મુલાકાત

ગુજરાતનાં જિલ્લાઓમાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો ઠેરઠેર વિરોધ પ્રદશન સાથે સૂત્રોચ્ચાર!

ગુજરાત ભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દ્વારા એ કોંગ્રેસનું બહુ જુનું સુત્ર સાર્થક થાય છે કે "કોંગ્રેસનો હાથ આમ જનતાને સાથ"

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  પ્રતિનિધિઓ       નવસારી,તાપી સહીત અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં  વિરોધ પ્રદર્શનો

  • બારડોલી તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા બારડોલી મામલતદાર કચેરીની બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.છેલ્લા દશ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલ નાં ભાવોમાં વધારો કરવામાં આવી રહયો છે, જેને પગલે અન્ય ખાદ્ય ચીજોના ભાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવો અને મોઘવારી અંગે કોગ્રેસીઓએ પ્લે કાર્ડ દર્શાવી તથા વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
  • માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી આજે, માંગરોળ મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ-ડીઝલ માં સતત થઈ રહેલા ભાવ વધારા પ્રશ્ને વિવિધ સુત્રો વાળા બેનરો સાથે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે કોગ્રેસીઓએ આ ધરણાં નાં કાર્યક્રમની મંજૂરી ન લેતા, માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી પોલીસ કાફલા સાથે આવી પોહચ્યા હતા અને ધરણાં ઉપર બેઠેલા કાર્યકરોને ઉઠી જવા જણાવ્યું હતું, ન ઉઠશો તો ડિટેઇન્ડ કરવામાં આવશે, આ સમયે માંગરોળ નાં મામલતદાર મંગુભાઈ વસાવા પણ આવ્યા હતા એમણે પણ ઉઠી જવાનું કહેતા આખરે એક કલાકને બદલે અર્ધો કલાકમાં કાર્યક્રમ સમેટી લીધો હતો, આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, સામજીભાઇ ચૌધરી, સાહબુંદીન મલેક, રૂપસિંગભાઇ ગામીત, બાબુભાઇ ચૌધરી, મોહમદ જે.પી.સહીત કાર્યકરો હાજર રહ્યા હતા.
  • પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવવધારા સામે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા ખાતે  ભાવ વધારાના વિરોધમાં ધરણાં કરી -સૂત્રોચાર કર્યા હતા, આ વધારાથી દેશના લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે  સાથે મિલકતવેરો, સ્કૂલફી, લાઇટબીલ માફ કરવા માટે પણ માંગ કરી છે,  દરેક ચીજ વસ્તુઓ  પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી લોકો ને મોધી મળી રહી છે. જે આમ જનતાને પોસાય એમ નથી એના માટે સરકારને જગાડવા માટે ઉમરપાડાના કોંગ્રેસે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે હરિશ વસાવા નટવરસિહ વસાવા,રામસિંહ નારસિંગભાઈ,મૂળજીભાઈ  વગેરે અનેક કાર્યકરો હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ( ગુજરાતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દ્વારા એ સુત્ર સાર્થક થાય છે કે “કોંગ્રેસનો હાથ આમ જનતાને સાથ”)
  • ડાંગ જિલ્લા આહવા માં કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ભાવવધારા મુદ્દે આહવા પેટ્રોલ પમ્પ પાસે બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન. સમગ્ર દેશમાં જનતા પહેલાજ કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે હેરાન થઇ હતી અને થઈ રહી છે જે દરમ્યાન ઘણા લોકોએ પોતાના ધંધો રોજગારી ગુમાવવી પડી હતી .અને એમની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થવા પામી છે ત્યારે બીજી તરફ સરકારે જનતા સામે પેટ્રોલ- ડિઝલ ના ભાવમાં મોંઘવારી કરી એ એક મોટો પ્રશ્ન નિર્માણ થયો છે .તાજેતરમાં જનતા ને મોંઘવારીથી બચવા કોઈ આશા દેખાતી નથી ,આજ રોજ આહવા પેટ્રોલ પમ્પ પાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર ની ગરીબ જનતા પરના માર સામે વિરોધ પ્રદર્શન કરી ” ભાજપ તેરે અચ્છે દિન ” “મોંઘા કર્યા પેટ્રોલ ના દામ ભાજપ ને હવે આપો આરામ “, “સત્તામાં ભાજપ મસ્ત જનતા ભાવ વધારાથી ત્રસ્ત ” જેવા બેનારો દર્શાવી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
    કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કે જ્યારે લોકોના ધંધા રોજગાર ઠપ છે લોકો મુશ્કેલીમાં છે ત્યારે રાતોરાત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીકી દીધો છે આવી પરિસ્થિતિમાં ભાવ વધારો કરવો યોગ્ય નથી જેથી આ ભાવ વધારો પ્રજાહિતમાં પાછો ખેંચવામાં આવે એવી માંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है