વિશેષ મુલાકાત

ગારદા ગામની આદિવાસી મહિલા દ્વારા વર્ષો જૂની પરંપરાને જીવંત રખાઈ રહી છે: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગારદા ગામની આદિવાસી મહિલા દ્વારા વર્ષો જૂની લુપ્ત થતી પરંપરાને જીવંત રખાઈ રહી છે: 

નર્મદા : ગુજરાત રાજ્યના પશ્વિમ ભાગના નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ દેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ એટલે ગારદા, ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર થી શોભતા ગામમા મુખ્યત્વે આદિવાસીઓ ની વસ્તી છે, જેમાં જુદી જુદી આદિવાસી બોલીઓ તેમજ આદિવાસી રિત રિવાજ, સંસ્કૃતિ, રૂઢિ પરંપરા જેવી તમામ બાબતો થી આ વિસ્તાર મોખરે છે.

તેમજ અહીંયા નું ભોજન પણ એટલુજ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. કે બહાર થી આવનાર પર્યટકો કે સહેલાણીઓ આ વિસ્તાર નું નામ લેતા રહી જાય છે. આદિવાસી પરંપરા થી બનતું ભોજન જે ખાસ કરીને ચૂલા પર લાકડાના તાપે બનતું સ્વાદિષ્ટ ભોજન આદિવાસી વિસ્તાર માં ખુબજ વખણાતું હોય છે.

તેવીજ રીતે ગારદા ગામની વિધવા મહિલા ભીખીબેન વસાવા જેઓ એ વર્ષો થી ચૂલા , કોઠી, તેમજ માટી માંથી બનતી અલગ અલગ ચીજ વસ્તુ (પાત્રો) નું ખુબજ સસ્તા ભાવથી વેચાણ કરી આદિવાસી શેલી ને જીવંત રાખવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. સાથો સાથ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે આજના આ સમયમાં લોકો ગેસ કે અન્ય સાધનો વડે ભોજન તૈયાર કરતા હોય છે. પરંતુ આ માટી નાં ચૂલા પર ભોજન બનાવવા થી ભોજનનો સ્વાદ ખુબજ ચટાકેદાર હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે પહેલાં લોકો માટીના ઘરો રહેવા માટે બનાવતા હતાં અને માટીનાં સાધનો  ઘર વપરાશ માટે નો ઉપયોગ કરવાથી જરૂરી પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળતા હોય છે. તેમજ બીમારી આપણા શરીર માં આવતી નથી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है