
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
મહાશિવરાત્રી નિમિત્તે તાપીમાં કતલખાના બંધ રાખવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
વ્યારા: તાપી જિલ્લામાં મહાશિવરાત્રી નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઇંડા, ચીકન, મચ્છીના વેચાણ પર નિયંત્રણ મુકવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે અંગે સમગ્ર તાપી જિલ્લામાં પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ, પંચાયત વિભાગ તેમજ સબંધિત નગરપાલિકા તથા અન્ય સબંધિત વિભાગોએ પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન થાય તે અંગે દેખરેખ રાખશે. આ જાહેરનામાનો અમલ તા.11/03/2021થી લઈને 24 કલાક સુધી કરવાનો રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.