
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
પાકિસ્તાન સાથે યુદ્ધની અટકળો વચ્ચે ભારતે મોકડ્રીલ કેમ જાહેર કર્યું? જાણો શુ છે NOTAM:
નવીદિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારત સરકારે બુધવારે દેશના તમામ રાજ્યોમાં મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. દેશભરના લગભગ 300 જિલ્લાઓમાં 7 મેના રોજ મોટા પાયે નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ તરફ ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલા મિસાઇલ હુમલાને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ‘ઍક્ટ ઑફ વૉર’ ગણાવ્યો છે. ભારત સરકારે મંગળવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, “આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પડાઈ છે.” 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી ૫૪ વર્ષબાદ દેશમાં પહેલી વાર આવા પ્રકારની કવાયત હશે.
દેશના વિવિધ ભાગોમાં આજે યોજાનારી મોકડ્રીલ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, ભુજ, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર,ભરૂચ, કચ્છ, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી, કાકરાપાર (તાપી) ના વિસ્તારોમાં 7 મેના રોજ થશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે.
હુમલા સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટેની તાલીમ નાગરિકોને આપવામાં આવશે,
હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે.
મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે,
આ દરમિયાન, એવા સમાચાર છે કે ભારત દ્વારા પાક સરહદ પર અભ્યાસ માટે NOTAM જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ભારત આવતીકાલે હવાઈ અભ્યાસ કરશે. આને ધ્યાનમાં રાખીને, હવાઈ કવાયત માટે NOTAM જારી કરવામાં આવ્યું છે. આ સંદર્ભે એક નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ હવાઈ કવાયત પાકિસ્તાનની સરહદના દક્ષિણ ભાગ નજીક યોજાશે.
વાયુસેનાએ માહિતી આપી:
ANIના જણાવ્યા અનુસાર, વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના આજે, 7 મેથી ભારત-પાકિસ્તાન સરહદ પર રણ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં અભ્યાસ કરશે, જેમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઈન વિમાનો ભાગ લેશે.
NOTAM શું છે?
ધ્યાન રાખો કે NOTAM એ એક પ્રકારની સૂચના છે. આ દ્વારા, ફ્લાઇટ ઓપરેશન્સ સંબંધિત કર્મચારીઓને જરૂરી માહિતી આપવામાં આવે છે. NOTAM નો અર્થ ‘એરમેનને સૂચના’ થાય છે.
આ એક એવી સૂચના છે જે હવાઈ મુસાફરોને એરપોર્ટ, એરસ્પેસ અને હવાઈ માર્ગો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. તાત્કાલિક ઉડાન માટે આ જાણવું જરૂરી છે.
NOTAM નો ઉપયોગ મુખ્યત્વે એરપોર્ટ, એરફિલ્ડ, એરવે અથવા અન્ય સુવિધાઓના સંચાલનમાં કોઈપણ કામચલાઉ કે કાયમી ફેરફારોની જાણ કરવા માટે થાય છે. આ નોટિસ દ્વારા, એરસ્પેસ બંધ કરવા, રનવે બંધ કરવા અથવા લાઇટમાં ફેરફાર કરવા અંગે તાત્કાલિક માહિતી આપવામાં આવે છે.
સામાન્ય રીતે NOTAM માં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં સ્થાન, માહિતીનો પ્રકાર, અસરગ્રસ્ત સમયગાળો અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.
NOTAM એ એક નોટિસ છે જેમાં ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંબંધિત કર્મચારીઓ માટે જરૂરી માહિતી હોય છે, પરંતુ અન્ય માધ્યમો દ્વારા તેનો પૂરતો પ્રચાર થતો નથી. તે નેશનલ એરસ્પેસ સિસ્ટમ (NAS) ના એક ઘટકની અસામાન્ય સ્થિતિ દર્શાવે છે.