શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ દિનકર બંગાળ
આહવા ખાતે ‘ડાયવર્સ ડે’ યોજાયો:
વઘઈ: જાહેર મુસાફર જનતાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પ્રતિદિન પહોંચાડતા, અને પોતાના ઘર/કુટુંબથી દૂર રહી મુસાફર માટે રાત દિવસ સેવારત રહેતા એસ.ટી. વિભાગના ડ્રાયવરોની સેવાને બિરદાવતા આહવા ખાતે ‘ડાયવર્સ ડે’ ઉજવાયો હતો.
માર્ગ ઉપર વધતી વાહનોની સંખ્યા, ગતિ, અકસ્માતો વિગેરે સામે સભાનપણે મુસાફર જનતાને સહી સલામત તેમની મંઝિલ સુધી પહોંચાડતા એસ.ટી. નિગમના ડ્રાયવરોની કદર કરવાના તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે આહવાના એસ.ટી. ડેપો ખાતે ‘ડાયવર્સ ડે’ યોજાયો હતો.
ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર, તથા ARTO શ્રી સી.પી.પટેલ, આહવાના તબીબો સર્વશ્રી ડો. રાજુભાઈ ગાંધી અને ડો.એ.જી.પટેલ તથા મહાનુભાવોએ નિગમના ડ્રાયવરોની સેવાઓ પ્રત્યે, આમ જનતામાં પણ જાગૃતિ ફેલાઈ, તથા ડ્રાયવરોનો ઉત્સાહ અને તેમની ગરિમા વધે તે માટેના નિગમના પ્રયાસોની સરાહના કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે ડ્રાયવરોની જાહેર સેવામાં ભૂમિકા આપાતકાલીન સ્થિતિમાં હાથ ધરવાને કાર્યપદ્ધતિ, આમજનતા અને સાથી કર્મચારીઓ સાથેનો વ્યવહાર, પ્રજાજનો પાસેથી અપેક્ષા, વાહનની સ્વચ્છતા અને મુસાફરોની સલામતી જેવા, મહાનુભાવોએ વિગતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આહવા ખાતે યોજાયેલા ‘ડાયવર્સ ડે’ ને કાર્યક્રમ દરમિયાન નિગમના ઉપસ્થિત ડ્રાયવરોનું જાહેર અભિવાદન કરી, સૌએ સંનિષ્ઠ સેવાઓ બાબતે શપથ પણ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, નિગમના કર્મચારીઓ, મુસાફર જનતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.