વિશેષ મુલાકાત

સખી વન સ્ટોપ સેન્ટર, તાપીએ ભૂલી પડેલ કિશોરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“સખી” વન સ્ટોપ સેન્ટર તાપીએ એકલી ભૂલી પડેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું:

તાપી,  વ્યારા: તાજેતરમાં તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ, વ્યારા દ્વારા એક ભુલા પડેલ સગીરાનો કેસ “સખી” વન સ્ટોપ સેન્ટર તાપીનેં સોંપવામાં આવ્યો હતો. જનરલ હોસ્પિટલના કર્મચારીઓના જણાવ્યા અનુસાર સગીરા ૧૦૮ના કર્મચારીઓને મળી આવેલ હતી. સગીરાની તબિયત સારી ન હોવાથી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ સગીરાનું ચોક્કસ સરનામું ન જણાવતા હોવાથી “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આગળની કાર્યવાહી માટે રીફર કરવામાં આવી હતી. “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા સગીરા સાથે કાઉન્સલિંગ કરતાં તેમના ગામનું નામ મહારાષ્ટ્ર રાજ્યના તાલુકામાં જણાતા અલગ અલગ ગામના સરપંચ સાથે ટેલિફોનિક સંપર્ક કરી પરીવારજનો સાથે સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતી સાથે સંકલન કરી તપાસ કરતાં સગીરાના વાલી વારસો મળી આવતા તા-૨૩/૦૩/૨૦૨૨ના રોજ સગીરાનું તેમના પરીવારજનો સાથે સુખદ મિલન કરાવવામાં “સખી” વન સ્ટોપ સેન્ટર તાપીને સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા “સખી વન સ્ટોપ સેન્ટર” દરેક જિલ્લામાં કાર્યરત કરાયા છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ઘર, સમાજ કે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જુદા જુદા પ્રકારની હિંસા સામે તેમને તમામ પ્રકારની મદદ આપવાની છે. અહીથી પીડિત મહિલાઓને પોલીસ સહાય સાથે કાયદાકીય સહાય, સામાજિક પરામર્શ, તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है