વિશેષ મુલાકાત

વાલોડના કણજોડ ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી નિમિત્તે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સહીત અન્ય ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કોઇ પણ સમાજના ઝડપી વિકાસમાં શિક્ષણનું અનેરૂ મહત્વ છે:– જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી.કાપડિયા

વાલોડના કણજોડ ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી નિમિત્તે રૂા.૧.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું તથા રૂ.૧.૨૧ કરોડના અન્ય ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 

વ્યારા:  તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાના અધ્યક્ષ સ્થાને તથા વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ, ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બચુભાઇ કોકણીની ઉપસ્થિતિમાં જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજિત સમારોહમાં પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના ઝડપી વિકાસમાં શિક્ષણ જરૂરી છે. તેમાય દિકરીઓનું શિક્ષણ અતિમહત્વનું છે. તે બાબતને જોતા અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓની રહેવા-જમવાની વ્યવસ્થા સાથે બનાવવામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(કેજીબીવી)ની આજના તબક્કે ખાસ જરૂર છે. દિકરીઓને સારી સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ દરમિયાન કરેલા વિવિધ કામો અને એની ઉજવણીના ભાગરૂપે સતત આઠ દિવસ સુધી જુદા જુદા દિવસોની ઉજવણીના કાર્યક્રમો કરવાના છે. આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી આપણે સૌએ સાથે મળીને ઉત્સાહભેર કરી રહ્યા છીએ ત્યારે કોરોના સમયમાં આપણે કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્ત પાલન કરીએ અને સરકારના વેક્સિનેશન અભિયાનને પણ સાર્થક બનાવીએ. વધુમાં ડીડીઓ કાપડિયાએ ખાસ કરીને તાપી જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આવેલા શિક્ષણના અન્ય સંકુલોમાં પણ તમામ માળગત સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે કેવી સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ ઉજવણીના ભાગરૂપે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી વાલોડ તાલુકાના કણજોડ ગામે રૂા.૧.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના મકાનનું તથા અન્ય શાળાના ઓરડાઓ તેમજ ભૈતિક સુવિધાઓના અંદાજે રૂ.૧.૨૧ કરોડના ૫૫ જેટલા પ્રકલ્પોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેજીબીવીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી હરદીપ સિંહ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ગામીત, તાલુકા કારોબારી અધ્યક્ષ નયનાબેન ગામીત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશભાઈ ગામીત, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કોર્ડીનેટર હેતલબેન સોલંકી સહિત મહાનુભવો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है