વિશેષ મુલાકાત

મેઘરાજાનાં અમી છાંટણા સાથે ડાંગ જીલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી:

ડાંગ એટલે ગુજરાતનું ઘરેણું, એક એવો આહલાદક જિલ્લો જે દંડકારણ્ય નામથી ઓળખાય અને અંગ્રેજીમાં કદાચ એકમાત્ર જિલ્લો એવો હશે જેના નામ આગળ THEલાગે છે!

શ્રોત: ગ્રામીણ ટુડે ડાંગ પ્રતિનિધિ 

ગુજરાતનું ચેરાપુંજી એટલેકે ડાંગ જીલ્લો..પ્રાકૃતિક સોંદર્યથી ભરપુર એવું ડાંગ….મેહુલિયાના અમી છાંટણા પડતાંની  સાથે ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી!  કુદરતે  જ્યાં જુવો ત્યાં લીલીછમ ચાદર પથારી!

ડાંગ એટલે ગુજરાતનું ઘરેણું, એક એવો આહલાદક જિલ્લો જે દંડકારણ્ય નામથી ઓળખાય અને અંગ્રેજીમાં કદાચ આજ એક જિલ્લો એવો હશે કે એના નામ આગળ THE લાગે અને અંગ્રેજીમાં THE DANGS કહેવાય, મતલબ કે  આના જેવો બીજો જીલ્લો એકએ આખા ગુજરાતમાં બીજો જીલ્લો નથી! સહ્યાદ્રી પર્વતમાળાના ખોળે વસેલું રમણીય ડાંગ જોઈને કવિઓના મનમાં તરત શબ્દો સ્વર બનીને નદીની જેમ વહેવા માંડે, એટલું આહલાદક ડાંગના કુદરતી રૂપના વખાણ કરતા મન ના થાકે એટલું સુંદર. વર્ષાઋતુમાં તો અગણિત નાના મોટા ઝરણાંઓથી ડાંગનો ખૂણે ખૂણો દીપી ઉઠે, વાંસ જાણે મોરની જેમ કળા કરીને ઉભો હોય એમ જ લાગે, એ ખળખળ કરતા ઝરણાઓનો સુમધુર અવાજ ડાંગની અગણિત હજુ ખબર નઇ હોય એવી દુર્લભ વનસ્પતિઓ સાથે ભીની ભીની માટીની ખુશ્બૂ. સાથે સાગ ,સદડા ,ખેર, સિશમ, મહુડો, કેશુડો અને વિવિધ વૃક્ષોના તાજા પર્ણોના શણગારથી સજેલી ડાંગની ધરતી અને જોઈને કોઈની પણ આંખ ઠરી જાય એવી એની કુદરતી સુંદરતા. આ ડાંગ માંથી ગુજરાત અને ભારત માટે માન સન્માનનું કારણ એટલે સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત, સંપૂર્ણ આદિવાસીઓની વસ્તી ધરાવતો વિસ્તાર, અહીંનો ઓર્ગેનિક ખોરાક  અને પાણીની વ્યાખ્યા કરવી મુશ્કેલ:   હજુ તો વર્ષાની  શરૂઆત માત્ર  છે જેમ જેમ મેહુલીઓ વરસતો રહેશે તેમ તેમ ક્ષણે ક્ષણે ડાંગ નામનું દંડકારણ્ય એની સુંદરતાની પરાકાસ્ટાએ જતું  રહેશે. સાચેજ ધ-ડાંગ એમજ નથી કહેવાતું! આજેપણ તેની માટીની સુંદર ખુશ્બુ  આપણને તેની તરફ આકર્ષે છે. કુદરતને નજીકથી જોવાં ડાંગની એક મુલાકાત અવશ્ય:

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है