
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
પાલેજ ગામની ફિલિપ્સ કાર્બન કંપનીમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ કર્મચારીઓનાં જીવન ગુજરાનનો પ્રશ્ન: ફિલિપ્સ કાર્બન કંપનીના કર્મચારીગણોએ સાંસદ મનસુખભાઈ વસાવાને આપવામાં આવ્યું આવેદનપત્ર:
ભરૂચ જીલ્લાનાં પાલેજ ગામની ફિલિપ્સ કાર્બન કંપનીમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ કર્મચારીઓ પોતાની રોજગારી મેળવે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, માટે આ કંપની ચાલુ રાખવામાં આવે તે બાબતે આજ રોજ ભરૂચ જીલ્લાનાં સાંસદ સભ્ય-ભરૂચ લોકસભા મનસુખભાઈ વસાવા સાહેબને ભરૂચ સ્થિત ભોલાવ, સર્કિટ હાઉસ ભરૂચ ખાતે કંપનીના કર્મચારીગણોએ આવેદન પત્ર આપ્યું હતું. તેના અનુસંધાનમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કંપનીનાં કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પ્રદૂષણ બાબતની ફરિયાદને ધ્યાને લઇને તેને રોકવા માટે જવાબદાર અધિકારીશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને ગરીબ અને મધ્યમ વર્ગના કામદારોના હિતમાં કંપની બંધ ન થાય, તેવા તમામ સફળ પ્રયાસો કરવામાં આવશે અને કર્મચારીગણોના હિતમાં યોગ્ય નિર્ણય થાય તેવા દરેક પ્રયત્ન કરીશું.