વિશેષ મુલાકાત

ડેડીયાપાડાનાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારોની બેઠક યોજાઇ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડાનાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારોની બેઠક યોજાઇ:

પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને સમગ્ર બેઠક યોજાઇ, 

પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા નર્મદા જીલ્લાના પત્રકારો ની જીલ્લા કારોબારીની રચના કરવામાં આવી હતી અને સદર કાર્યક્રમ માં હોદ્દેદારો ને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતાં, 

ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની બેઠક દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

 કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી, તેમજ કોરોના કાળમાં જે પત્રકારોનું અવસાન થયું હતું , તેઓના માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું,

  ઉપસ્થિત મહેમાન મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ ને આગળ વધારતા પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધન માં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2019 નાં દિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધીમાં ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં બીજા અને ત્રીજા તબક્કાની બેઠકો યોજી સંગઠન ને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકના સમયમાં માત્ર બાકીના 4 જિલ્લાઓની સંગઠન ની કારોબારીની રચના કરી પૂર્ણ ગુજરાત માં 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠન ની કારોબારી પૂર્ણ કરી પત્રકાર એકતા સંગઠનનાં પ્રયોજક અને સ્વપ્ન દ્રષ્ટા મર્હુમ સલીમભાઈ બાવાણીને સાચી શ્રધ્ધાંજલી આપી એક મહા અધિવેશન નું પણ આયોજન કરવાનું જણાવાયુ હતું,

  ત્યાર બાદ ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા સંગઠન નાં તેમના જિલ્લામાં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો સાથે વહેચતા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારો ને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

વિશેષ ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠન નાં કાર્યો વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકાર મિત્રોને વિવિધ રૂપે મદદરૂપ થયા છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માંગણીઓ પૈકીની મહત્તમ માંગણીઓ એક મહા અધિવેશન આગામી દિવસોમાં યોજી અને સરકાર નાં પ્રતિનિધિ પોતે જ મંચ પરથી જાહેરાત કરશે.

પત્રકાર એકતા સંગઠનમાં નર્મદા જિલ્લા કારોબારીની નિમણૂક કરી અને જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાવા જવાબદારી સોંપાઈ હતી.

        પ્રમુખ :સુનિલભાઈ વર્મા ની વરણી સર્વસંમતિ દ્વારા કરવામાં આવી હતી, 

  ઉપ પ્રમુખ : અય્યાઝ આરબ, રાજેન્દ્ર ચૌહાણ,  જયેશ પારેખ, અરુણાબેન વસાવા

મહામંત્રી : સર્જન કુમાર વસાવા,   જયદિપ વસાવા,   દિનેશભાઇ સોની,  હેમલતાબેન વસાવા ની વરણી સર્વસંમતિ દ્વારા કરવામાં આવી હતી, 

મંત્રી : ગૌરાંગભાઈ સોની,  જેસિંગ વસાવા, મનિષ પારેખ,    અમૃત વસાવા

સહમંત્રી : વસીમ મેમણ,  તાહિર મેમણ, મનોજ પારેખ,   ઇરફાન સોલંકી

ખજાનચી : ભરતભાઇ વર્મા

આઈ.ટી. સેલ : અરબાઝ આરબ ની વરણી સર્વસંમતિ દ્વારા કરવામાં આવી હતી,

કાર્યક્રમના અંતે સૌ પત્રકાર મિત્રોએ પ્રિતી ભોજન લઈ સહર્ષ છુટ્ટા પડ્યા હતા.

ઉપરોક્ત નામના દરેક નર્મદા જીલ્લાના પત્રકાર મિત્રોને એકતા અને સંઘઠન ના શુભ કાર્યની સેવા સ્વેછાએ  વહન કરવા બદલ અને નવા પદભાર માટે ગ્રામીણ ટુડે ન્યુઝ તરફથી ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है