વિશેષ મુલાકાત

ડાંગ જિલ્લા ભાજપ દ્વારા ડાંગના તમામ પત્રકાર મિત્રો સાથે ગેટ ટુ ગેધર નું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના તમામ પત્રકાર મિત્રો સાથે એક ગેટ ટુ ગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું,

ડાંગ જિલ્લા ભાજપ આયોજિત પ્રથમ ગેટ ટુ ગેધર માટે જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રી કિશોરભાઈ , રાજેશભાઇ ગામીત, હરિરામભાઈ સાવંત દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં કાર્યરત દૈનિક , સાપ્તાહિક , પક્ષીક અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ પટેલ, અને ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી સીતાબેન નાયક ખાસ ઉપસ્થિત રહી પત્રકારો પાસે ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ને લઈને પોતાનું મંતવ્ય જણવવા કહ્યું હતું જેમાં હાજર અખબાર અને ચેનલના પ્રતિનિધિઓએ ડાંગ જિલ્લાની રોડ, રસ્તા ને પાણીની સમસ્યા સાથે વિકાસ અને રોજગારી ને લઈને કેટલાક સૂચનો કર્યા હતા. પ્રદેશ પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલે પત્રકારો દ્વારા કરવામાં આવેલ દરેક પ્રશ્નો અને સૂચનો ને સાંભળ્યા બાદ સંતોષકારક જવાબ આપ્યા હતા અને જરૂરી નોંધ કરી તેની પ્રદેશ કક્ષાએ રજુઆત કરવાની ખાતરી આપી હતી, ચર્ચા બાદ સાથે પ્રીતિભોજ લીધું હતું.

કાર્યક્રમ નાં અંતે ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ ડો. ઋત્વિજ પટેલે સ્વરાજ આશ્રમ ખાતે ગાંડા કાકાની અને ત્યારબાદ કેતન પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં ડાંગ ના ઐતિહાસિક મહત્વ બાબતે ચર્ચા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है