બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

ગુજરાતનાં ગ્રામીણ વિસ્તાર માટે પીવાના પાણીની ફરીયાદ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન શરુ કરાયો!

ગ્રામીણ વિસ્તારના લોકો આનંદો- હવે પીવાના પાણીની ફરીયાદ માટે ટોલ-ફ્રી નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે,

શ્રોત: ગ્રામીણ ટુડે, પ્રેસનોટ

વ્યારા; તા; ૨૮/૦૫/૨૦૨૦   ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ’૧૯૧૬’ ટોલ ફ્રી નંબર કાર્યરત છે. આ ટોલફ્રી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરીયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી દરેક  ફરીયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનુ રીપેરીંગ અને વ્યકિતગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરીયાદ અહી નોંધાવી શકે છે. જાહેર જનતાને એવી પણ વિનંતી કરવામાં આવે છે કે, ગુજરાતનાં  ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરીયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરીયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. જેમાં કોઇ પણ વ્યકિત ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેકશન મારફતે નવીન ફરીયાદ નોંધવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરીયાદ નોંધાવી શકશે;  “જળ હે તો  જીવન હે”              “પાણી બચાવો જીવન બચાવો”  

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है