વિશેષ મુલાકાત

આગામી તહેવારો અને અનલોક-૫ ના અમલીકરણને અનુલક્ષીને નોવેલ કોરોના કોવીડ-૧૯ ના સંક્રમણ સામેની લોકજાગૃત્તિ વધુ સઘન બનાવવા નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસનો અનુરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

કોરોના સંક્રમણ સામે સાવચેતીના જનજાગૃત્તિ અભિયાનમાં ધાર્મિક આગેવાનો-સ્થાનિક
આગેવાનો સહિત વિવિધ સંગઠનોને જોડાવવા અનુરોધ:

વિવિધ સરકારી વિભાગોને કોરોના સંક્રમણ સામે પ્રચાર-પ્રસારના માધ્યમ થકી વ્યાપક લોકજાગૃત્તિ કેળવવા અંગેનો એક્શન-ટેકન રિપોર્ટ મોકલવા સૂચના:

રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે ઓક્ટોબર-નવેમ્બરના માસમાં આગામી દિવસો દરમિયાનના જુદા જુદા તહેવારો અને અનલોક-૫ ના અમલીકરણને અનુલક્ષીને નોવેલ કોરોના મહામારી કોવીડ-૧૯ ના સંક્રમણ સામે માસ્ક પહેરવા, હેન્ડવોશ, સોશીયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશન વગેરે સહિતની માર્ગદર્શિકા અંગે પ્રજાજનોમાં સઘન જનજાગૃત્તિ કેળવાય તેવા સૌને સહિયારા પ્રયાસો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. મજીગાંવકર, એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જ્યેશભાઇ પટેલ, મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્ણાકુમારી પટેલ ઉપરાંત રાજપીપલા નગરપાલિકા, રમતગમત, યુવા વિકાસ, નેશનલ ઇન્ફર્મેટીક સેન્ટર, કૃષિ, પાણી, પુરવઠા વગેરે જેવા સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે ઉક્ત તમામ વિભાગોને કોરોના સંક્રમણ સામેની સાવચેતી અંગે હોર્ડીંગ્સ, પોસ્ટર, બેનર્સ વગેરેના માધ્યમથી જનજગૃત્તિ માટેની વ્યાપક પ્રચાર-પ્રસાર માટેની સઘન IEC એક્ટીવિટીનું સુચારૂં આયોજન ઘડીને તે દિશામાં હાથ ધરાયેલી કાર્યવાહીનો અહેવાલ એક્શન-ટેકન રિપોર્ટ જિલ્લા વહિવટીતંત્રને મોકલી આપવા અનુરોધ કર્યો હતો.

ઉક્ત બેઠકમાં ચર્ચા દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે ખેડુતો સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા ખાતર-બિયારણની દુકાનો, APMC, ગ્રામ પંચાયત ભવનમાં વોલ પેઇન્ટીંગ,સરકારી વસાહતો, એસ.ટી બસ, આંગણવાડી કેન્દ્રો, નગરપાલિકાના મુખ્ય જાહેર સ્થળો-બજારો,શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, પોલીસ સ્ટેશન, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, જિલ્લાના મુખ્ય બજારો, વાજબી ભાવની દુકાનો, પેટ્રોલપંપ, બસ સ્ટેશનો, સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ વગેરે જેવા સ્થળોએ હોર્ડીંગ્સ, પોસ્ટર્સ, બેનર્સના માધ્યમથી કોરોનાના સંક્રમણ સામેની સાવચેતી માટે લોકજાગૃત્તિ વધુ સઘન રીતે કેળવાય તેવા ઘનિષ્ડ પ્રયાસો હાથ ધરવાની સાથોસાથ આ જનજાગૃત્તિ અભિયાનમાં ધાર્મિક આગેવાનો, સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંગઠનો, યુવા સંગઠનો, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયં સેવકો, એન.એસ.એસના છાત્રો સહિત સહુ કોઇનો સહયોગ મેળવવા પણ શ્રી વ્યાસે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है