દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

અભયમ-181 મહિલા હેલ્પલાઇન ને મળતો બહોળો પ્રતિસાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી  કીર્તનકુમાર 

વ્યારા:  ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા મહિલાઓ માટે  કાર્યરત અભયમ-181 મહિલા હેલ્પલાઇન ને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે, GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેન્ટર  દ્વારા અભયમ હેલ્પલાઇન નું સંચાલન થઈ રહેલ છે, ગુજરાત ની પીડિત કે મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે, જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સાહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણ મા ઉપયોગ કરી રહી છે,  જેમાં ઘરેલુ હિંસા હોય, કામ ના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24×7કલાક અભયમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે,

 2013 થી ગુજરાત મા 181 મહિલા હેલ્પલાઇનની કામગીરીની યાદી:
તાપી જિલ્લામાં ઘરેલુ હિંસા ના 2598 પાડોશી સાથે ના ઝગડા 409 ટેલિફોનિક/મોબાઈલ દ્વારા હેરાનગતિ 130 વ્યસન આલ્કોહોલ દ્વારા હેરાનગતિ 1195 અને બાળલગ્ન અટકાયત બાબતના 9 કેસ મળ્યા હોવાનું 181 અભ્યમ દ્વારા જણાવાયું છે,
તાપી જિલ્લામાં પાછલા 5 વર્ષ મા ઘરેલુ હિંસા ના 2598 પાડોશી સાથે ના ઝગડા 409 ટેલિફોનિક/મોબાઈલ દ્વારા હેરાનગતિ 130 વ્યસન આલ્કોહોલ દ્વારા હેરાનગતિ 1195 અને બાળલગ્ન અટકાયત બાબતના 9 કેસ મળ્યા હોવાનું 181 અભ્યમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સામાન્ય સમય મા ઘરેલુ હિંસા ના કોલ 24થી 26% જેટલાં રહેતા હતા જે કોવીડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44% જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું લોકડાઉન ના સમય મા પણ ઈમર જન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24કલાક પોતાના જાન ના જોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલા ને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરેલ છે, આ સેવા ઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ટ ઉદાહરણ છે, અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખ મા સહયોગી બની હિંમત સાથે જીન્દગિ જીવવાનો અને મુશ્કેલી નો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है