
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપલા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રાજપીપલા, જી.નર્મદા અને જિલ્લા દિક્ષણ સમિતિ, રાજપીપલા, જી.નર્મદા દ્વારા આયોજીત ગુજરાત ગૌરવ દિન ઉજવણી – ૨૦૨૦ રાજ્ય લેવલે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત ના અનેક જિલ્લાઓ માંથી ગુજરાત ગૌરવ દિન ઉજવણીમાં ભાગ લીધો હતો, જેમાં નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા ની ” સંરકાર વિદ્યાલય, દેડીયાપાડા” નો વિદ્યાર્થી પિંજરી અસીમ આઈ. એ ગુજરાત ગૌરવ દિન ઉજવણી નિમિતે આયોજીત પ્રાથમિક વિભાગની જીલ્લા કક્ષાની કાવ્ય સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લા તેમજ તાલુકાનું અને શાળાનું નામ રોશન કર્યું છે. સંરકાર વિદ્યાલય, દેડીયાપાડા શિક્ષણ પ્રાપ્ત કરતાં વિદ્યાર્થી પીંજરી અસીમનાં ઉત્કૃષ્ટ દેખાવ માટે પ્રમાણપત્ર અને ગુજરાત સરકાર દ્વારા 5000/- રૂપિયાનો પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. જે બદલ પરિવારમાં આનંદ ની લાગણી છવાય ગઈ હતી. અને સંરકાર વિદ્યાલય, દેડીયાપાડાનાં શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા, અને ભવિષ્યમાં પણ આવી ઉત્કૃષ્ઠ કામગીરી કરી ગૌરવ પ્રાપ્ત કરો તેવી “ગ્રામીણ ટુડે ન્યુઝ ટીમ” વતી શુભકામના.