
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત
વલસાડના વિલ્સન હિલ પર બાઈકર્સ ગેંગનો જોખમી સ્ટંટ સાથેનો વીડિઓ થયા વાયરલ: ગામડાનાં રોડ પર સ્ટંટ કરતી બાઈકનો આતંક: કોઈ મોટી હોનારત ની રાહ જોતું તંત્ર..!
વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી બાદ કપરાડા-ધરમપુર તાલુકામાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. તો, અહીં આવેલા જોવાલાયક એવા શંકર ધોધ, અને ગણેશ ધોધ, તેમજ પર્યટન સ્થળ વિલ્સન હિલનો રમણીય નજારો જોવા રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે અહીં કેટલાક બાઇક ચાલકો દ્વારા જોખમી સ્ટંટ કરી પ્રવાસે આવતી યુવતીઓ સાથે તેમજ સ્થાનિક યુવતીઓ સાથે ચેનચાળા કરતા હોવાનો વીડિઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ધરમપુર તાલુકામાં આવેલા શંકર ધોધ, અને ગણેશ ધોધ તેમજ પર્યટન સ્થળ વિલ્સન હિલનો રમણીય નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ પ્રવાસની મજા માણવા અને સોશ્યલ મીડિયામાં વીડિઓ ફોટો અપલોડ કરવા કેટલાક બાઈકર્સ મોંઘી બાઈકના સ્ટંટ કરતા જોવા મળ્યા છે. KTM જેવી હાઈ સ્પીડ બાઇક પર નીકળતા આ યુવાનો 10 થી 30 ના ઝુન્ડમાં નીકળે છે. ઓવરસ્પીડમાં નીકળતા આ બાઈકચાલકો બાઇક પર સ્ટંટ કરતા હોય તેવો વીડિઓ વાયરલ થયો છે. સ્થાનિક લોકો પાસેથી મળતી મુજબ આ યુવાનો સાથે યુવતીઓ પણ આવે છે. જે બાઇક પર ઉલ્ટી બેસીને વીડિઓ ફોટાઓ લઈ ચિચિયારીઓ પાડતી અને ચેનચાળા કરતી નીકળે છે. બીલપુડી બાયપાસથી વિલ્સન હિલ સુધીના રોડ પર આવા સ્ટંટ કરે છે. જેમાં કેટલાક સ્થાનિક એકલી નીકળતી યુવતીઓ ની છેડતી કરે છે. ત્યારે આવા સ્ટંટ કરનાર યુવાનો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે. અને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.