શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને સાતમા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો :
તાપી : પ્રાકૃતિક સંપદા થી ભરપુર અને આયુર્વેદિક ઔષધિઓના ભંડાર રૂપ તાપી જિલ્લામાં આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું – માનવ કલ્યાણ ટ્રસ્ટ – વિરપોર, તા. વાલોડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને સાતમા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગ રૂપે ધન્વંતરિ પૂજા તથા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ, આયુષ પરિસંવાદ તથા ઔષધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે દીર્ઘદ્રષ્ટા એવા માનનીય કલેકટરશ્રી, ધારાસભ્યશ્રી મોહનભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સત્યજીતભાઇ દેસાઈ, રામચંદ્રજીત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉદયભાઈ દેસાઈ, વિરપોર તથા બુહારી ગ્રામ પંચાયત સરપંચશ્રી, તાપી જિલ્લાના તમામ આયુષ મેડિકલ ઓફિસરશ્રીઓ તથા દવાખાનાનાં સહ કર્મચારી મિત્રો, યોગ ઇન્સ્ટ્રકટર હજાર રહ્યા હતા.
આ સાતમા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ ઉજવણીના ભાગરૂપે ‘હર દિન હર ઘર આયુર્વેદ’ થીમને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી દવે દ્વારા આયુર્વેદના પોતાના અનુભવો અને આયુર્વેદ પદ્ધતિ માટે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અંગે ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી મોહનભાઈ દ્વારા પરંપરાગત આયુર્વેદ સારવાર અને સ્વાસ્થ્ય અંગે ખૂબ રસપ્રદ બાબતો વ્યક્ત કરવામાં આવી હતી.
રાષ્ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગ રૂપે ધન્વંતરિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું, હતું.જેમાં આયુર્વેદમાં અતૂટ વિશ્વાસ ધરાવતા એવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભગવાન ધનવંતરી આરતી અને પૂજા પણ કરવામાં આવી હતી.