શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં અંધેર વહીવટ: ભયાનક ગરમીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનાં નમુના લેવાય તેવી માંગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરાઇ તે જરૂરી.. આરોગ્ય સાથે ચેડાં કરતાં ભેળસેળ કરનારાઓને છાવરતું તંત્ર..?
દેડીયાપાડા,સાગબારા, રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં મીઠાઈ અને ફરસાણ સહિતની ખાદ્યપદાર્થ ની દુકાનોમાં વાસી કે બગડેલી વસ્તુ વેચાણ નહિ થાય એ માટે ચકાસણી જરૂરી.. લારીઓ પર કેમિકલ યુક્ત વેચાતા ફળફળાદિ અને બજારમાં વેચાતા એક્ષ્પાયરી ડેટ ના અને ડુપ્લીકેટ પીણાઓ…. વિભાગ માટે પડકાર સમાન ..!!!
નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા શહેર છે. કદાચ રાજપીપળા ખાતે હાલ ફુડ એન્ડ ડ્રગ્સ ની કોઈ કચેરી કાર્યરત નથી. તેના કારણે સમયાંતરે ખાદ્ય પદાર્થો ના નમૂના લેવામાં આવતા નથી. રાજપીપળા ખાતે મીઠાઈ, ફરસાણ વેચાણ થતું હોય જેમાં ઘણીખરી દુકાનમાં ફરસાણ નિમ્ન કક્ષાનું હોય છે. ભેળસેળ વાળું હોય છે. પીણાં , મિઠાઈઓ ભેળસેળ યુક્ત નકલી પણ મળે છે અને હાલમાં ૪૩ થી ૪૪ ડિગ્રી ભયાનક ગરમી પડી રહી છે ત્યારે લોકો બિમાર થાય એવી પરિસ્થિતિનું નિર્માણ જણાય છે તો બીજી તરફ ફરસાણ ગુણવત્તા વિનાના તેલમાં તળીને વેચાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોય માટે આરોગ્ય વિભાગ દ્વારા અથવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થાય એ જરૂરી છે. દિવાળી સિવાય મોટા તહેવારો માં પણ વર્ષો થી અંધેર વહીવટ ચાલતો હોવા છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ નમૂના લઇને કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સમગ્ર નર્મદા જિલ્લામાં આમ અંધેર વહીવટ ચાલે છે. જીલ્લાના ડેડીયાપાડા, સાગબારા સહિત સેલંબા, રાજપીપળા, કેવડિયા જેવા અનેક વિસ્તારમાં વિવિધ હોટલમાં આ ધંધો ફુલ્યો ફાલ્યો છે. આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં પડી રહેલી આકરી ગરમી લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી મીઠાઈ ફરસાણ સહિતની ખાદ્યપદાર્થ ની દુકાનો માં ચકાસણી કરવી જોઈએ.
આમ તો રાજપીપળા નગરપાલિકા દ્વારા અમુક સમયે ફ્રૂટ , કોલ્ડ્રીંક , મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ ખાણી પીણીની લારીઓ પર તપાસ થાય છે પરંતુ જો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શંકાસ્પદ વસ્તુનાં સેમ્પલ લઈ લેબમાં તપાસ કરાવી તેની ગુણવત્તા ની ચકાસણી કરે તો સત્ય હકીકત બહાર આવે માટે આ વિભાગ જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા