
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભૂલા પડી ગયેલ 60 વર્ષ ના અજાણી મહિલા ને આશરો અપાવતી અભ્યમ્ 181 વલસાડની ટીમ :
આજ રોજ વલસાડ ના ડુંગરી ગામ માં એક અજાણી મહિલા કે જેઓ અંદાજિત 60 વર્ષના હોય જેઓને ડુંગરી ગામના માનવતા વાદી લોકોએ તેમને ઘરે બેસાડી જમાડી અને સરપંચ શ્રી ને જાણ કરેલ હતી જે બાબતે તે ગામનાં સરપંચ શ્રીએ અજાણી મહિલા બાબતે અભ્યમ્ 181 ટીમ ની મદદ માંગતા જણાવેલ કે ગામમાં એક અજાણી આધેડ મહિલા 60 વર્ષ ના માંજી ઘર ભૂલી ગયેલ હોય તેવું લાગે છે જેઓ બોલતા ના હોય સંવાદ મા તકલીફ ઉભી થતા કોઈ માહિતી મળી નથી તેમ હેલ્પલાઇન પર ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો.
તાત્કાલ મહિલા અભ્યમ્ 181 ની ટીમ ત્યાં પોહચી પીડિત મહિલા સાથે વાત કરતા જાણવા મળેલ છે કે તેવો બોલી શકતા હતા. પરંતુ તેમને ગામ નું નામે કે પોતાનું નામ પણ ખબર ન હોય જેમને તાલુકા કે ગામ નું નામ પૂછતાં બધા માં હા પાડી હતી જેથી હાલ આ અજાણી મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવા મા આવેલ છે.