
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
આજ રોજ તારીખ ૨૧/૦૬/૨૧ ના વિશ્વ યોગા દિવસ થી સમગ્ર ગુજરાત સહીત ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આજ થી સ્થળ પર જ આધાર કાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન કરી રસીકરણ અભિયાન ને વેગ મળે અને દેશ કોરોના મુકત થાય એ હેતુથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, આ પહેલા રશીકરણ માટે ઓનલાઇન નોધણી કરાવવી ફરજિયાતપણે હતું, પરંતુ હવે પહેલા કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગર સ્થળ પરજ રજીસ્ટ્રેશન કરી રસીકરણ કરવામાં આવશે,
આજનાં કાર્યક્રમમાં વિશેષ ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રીનાબેન દિનેશભાઈ વસાવા, ઝઘડિયા તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ, ભાજપા ઝઘડિયા તાલુકાના મહામંત્રી શ્રી કેતવભાઈ દેસાઈ સહિત મેડિકલ સ્ટાફ અને ગ્રામજનો સહીત અનેક ઉપસ્થિત રહ્યા હતાં.