આરોગ્ય

ગાયનેક્લોજીસ્ટ, પિડિયાટ્રીક જેવા નિષ્ણાંત ડોકટરો દ્વારા વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા બ્લોક હેલ્થ મેળો ચાંપાવાડી:

ગાયનેક્લોજીસ્ટ, પિડિયાટ્રીક જેવા નિષ્ણાંત ડોકટરો દ્વારા વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી:

વ્યારા-તાપી: આજરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચાંપાવાડી ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ- ૭૩૨ લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું. જે પૈકી ૪૦૪ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અર્પણ કરાયા હતા. ૩૫ લાભાર્થીઓએ ટેલી કન્સલ્ટેશનનો લાભ લીધો હતો. ૨૦૨ લાભાર્થીઓએ ફેમીલી પ્લાનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ૧૧૦ લાભાર્થીઓએ પિડિયાટ્રીકની મદદ લીધી હતી. ૪૯ લાભાર્થીઓએ ગાયનેક્લોજીસ્ટની સેવા લીધી હતી. આંખના ૧૨૬ દર્દીઓએ લાભ લીધો હતો. હાયપરટેન્શન અને ડાયાબિટીસના ૫૩૧ દર્દીઓએ સારવાર લીધી હતી. ૩૮૪ લાભાર્થીઓએ બ્લડટેસ્ટ કરાવ્યો હતો.

હોમીયોપેથીના ૧૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવાએ ગ્રામજનોને આરોગ્ય વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે “પાણી પહેલા પાળ બાધવા” એટલે કોઇ મોટી બિમારી આવે તે પહેલા વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીના કાર્ડ કઢાવી લેવા ખાસ આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના  માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય વિભાગના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાના નેતૃત્વ હેઠળ તમામ તાલુકાઓમાં અલગ- અલગ જગ્યાએ આરોગ્ય મેળાઓનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ/નિરામય ગુજરાત કાર્ડના વિતરણ, નવા કાર્ડ બનાવવા/ રિન્યુ કરવા સહિત સારવાર, નિદાનની સુયોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

કાયક્રમમાં તાલુકા પંચાયત, વ્યારાના પ્રમુખશ્રી જશુબેન ગામીત, કારોબારી અધ્યક્ષ, શ્રી ઈશ્વરભાઈ ગામીત સહિત આરોગ્ય વિભાગના ડોકટર્સ અને કર્મચારીઓ સહિત લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है