આરોગ્ય

નિઝર ખાતે લોકોમાં રસીકરણ બાબતે ગેર-માન્યતા અને અફવાઓ દુર કરવામાં આવી: 

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના નિઝર ખાતે લોકોમાં રસીકરણ બાબતે સમાજમાં ચાલતી ગેર-માન્યતા અને અફવાઓ સાંભળી ને તે અંગે ચર્ચા કરી દુર કરવામાં આવી: 

વ્યારા, તાપી: કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના અનુસંધાને સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં રસીકરણની કામગીરી વધારવા માટે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ છેવાડાના વિસ્તારોમાં ગામોની રૂબરૂ મુલાકાત કર્મચારી-અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે. લોકોમાં રસીકરણ બાબતે ગેર માન્યતાઓ અને અફવાઓને દુર કરી લોક્જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા અંતરિયાળ વિસ્તારના ગામોની સ્વયં લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

જિલ્લાના નિઝર તાલુકાના જુનીભીલભવાલી ગામે મામલતદાર નિઝર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય શિક્ષક, આશાવર્કરના સંકલનથી ગ્રામજનોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. કોરોના સંદર્ભે પ્રવર્તમાન અફવાઓ બાબતે સાચી માહિતી આપી અજ્ઞાનતા દુર કરવામાં આવી હતી. દરેક કુટુંબના સભ્યો સાથે રસી ન લેવાનુ કારણ જાણી ચર્ચા કરી કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન કારગર ઉપાય છે તેની સમજ આપવામાં આવી છે. જેના પગલે ગ્રામજનો કોરોના પ્રતિરોધક રસી મુકાવવા સંમત થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है