આરોગ્ય

નિકોરા ગામની મેડિકલ સંસ્થાને રોટરી ક્લબ દ્વારા રૂ.૩૫ લાખના મેડિકલ સાધનો અર્પણ કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નિકોરા ગામની મેડિકલ સંસ્થાને રોટરી ક્લબ દ્વારા રૂ.૩૫ લાખના મેડિકલ સાધનો અર્પણ કરાયા;

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા નિકોરા ગામે આવેલા ધ્યાની ધામ મેડિકલ સેન્ટરને આંખોની સારવાર અર્થે લાખો રૂપિયાના અતિ આધુનિક મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા. ગવર્નર સંતોષ પ્રધાનના હસ્તે મેડિકલ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેને પગલે આસપાસના ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

રોટરી ક્લબ ઓફ ભરૂચ – નર્મદા નગરીએ સમાજની ચિંતા કરનારી સંસ્થા છે. સંસ્થા મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ તેમજ સમાજના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા માટે સતત કાર્ય કરી રહી છે. જેના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ – નર્મદા નગરીએ લોકોના જીવનમાં ઉજાસ પેદા થાય અને તેઓ વિશ્વને પોતાની નજરેથી જુએ એ બાબતને ધ્યાને લઇ ભરૂચના નિકોરા ગામે આવેલ ધ્યાની ધામ મેડીકલ સેન્ટરને અતિ આધુનિક મેડિકલ સાધનો આપી સરાહનીય કાર્ય કર્યું હતું.

આંખના ઓપરેશનમાં મદદરૂપ ઓસીટી મશીન તેમજ વિઝ્યુલ ફિલ્ડ એનાલાઈઝર મશીનનું લોકાર્પણ રોટરી ડિસ્ટ્રીક્ટ 3060ના ગવર્નર સંતોષ પ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

રોટરી ગ્લોબલ ગ્રાન્ટના સહયોગથી રૂ.૩૫ લાખના મેડીકલ સાધનોની મહામૂલી સહાય કરવામાં આવી હતી.

 જેમાં રોટરી ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ ભરૂચ- નર્મદા નગરી, માતૃશ્રી ઇલાબેન રસિકલાલ શેઠ ફેમિલી તરફથી પંદર હજાર યુ.એસ.ડોલર આપવામાં આવ્યા હતા. જ્યારે રોટરી ડિસ્ટ્રીક્ટ 7490 યુએસએ તેમજ રોટરી ડિસ્ટ્રીક્ટ 6400 લાસેલા કેન્ટીનિયલ કેનેડાએ પણ 31 હજાર 500 યુ.એસ. ડોલરની સહાય આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નિકોરાની સંસ્થા દ્વારા હાલમાં પણ નજીવા દરે આંખના ઓપરેશન થઈ રહ્યા છે. અતિ આધુનિક મેડીકલ સાધનો મળતા આંખોની વિસ્તૃત તપાસ થઈ શકશે. જેનો લાભ આસપાસના અનેક ગામના લોકોને મળશે.આ તબક્કે કલબ અને નિકોરાની સંસ્થાએ મદદરૂપ બનનારા મયુરભાઈ શેઠ અને પરાગભાઈ શેઠનું સ્મૃતિ ચિન્હ આપી આભાર માન્યો હતો. 

આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ચેરમેન એન્ડોરમેન્ટ એન્ડ મેજર ગીફ્ટના રોટરીયન મનીષ શ્રોફ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ નર્મદા નગરીના પ્રમુખ નિર્મલસિંહ યાદવે દાતા પરિવાર તેમજ રોટરી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રોટરી અંકલેશ્વરના પ્રમુખ જીજ્ઞેશભાઈ, ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ટેકચંદાની, આશિષભાઈ ગજ્જર, અંકુરભાઈ તેમજ રોટરીના પૂર્વ પ્રમુખ પ્રવીણદાન ગઢવી અને સતીષભાઈ મેહતા તેમજ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है