આરોગ્ય

તાપી જિલ્લા વિકાસ અધિકારી કન્ટેન્મેન્ટ ઝોન ઉકાઈ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા વિકાસ અધિકારી કન્ટેન્મેન્ટ ઝોન ઉકાઈ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ સોનગઢ, પ્રા.આ.કેન્દ્ર ઉખલદાની મુલાકાત લીઈ સમિક્ષા કરી હતી..
સોનગઢ ખાતે RTPCR Lab સત્વરે કાર્યરત કરવા તાકીદ કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા..

 વ્યારા-તાપી: ગત રોજ તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન ઉકાઇ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉખલદા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સોનગઢની મુલાકાત કરવામાં આવી હતી.
કોવિડની ત્રીજી લહેર સમગ્ર વિશ્વમાં ઝડપભેર ફેલાઈ રહી છે ત્યારે આ વૈશ્વિક મહામારીને નાથવા સરકારશ્રી દ્વારા અનેક ઉપાયો શરૂ કરી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ઉકાઇ ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની કામગીરી, RBSK ટીમ કામગીરી ૧૫ થી ૧૭ વર્ષના બાળકોના વેક્સિનેશન અને પ્રચાર પ્રસારની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી કાપડીયાએ સમીક્ષા કર્યા બાદ દર્દી સાથે સ્થળ પર મોબાઈલ દ્વારા વાત કરી તેમની તબિયત પુછવામાં આવી હતી.


વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉખલદા ખાતે એક્ટિવ કેસ, કંટેઈનમેન્ટ ઝોન, કોવીડ સર્વેલેન્સની કામગીરી, આર. ટી.પી.સી.આર. ટેસ્ટ ની વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ સોનગઢ ખાતે શરૂ કરવામાં આવનાર RTPCR Lab ની પણ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને આ લેબ સોમવાર સુધીમાં કાર્યરત થઇ જાય તેવા પ્રયત્નો હાથ ધરવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है