
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામા પણ સ્ક્રીનિંગ થી સારવાર સુધીના મહાઅભિયાન “નિરામય ગુજરાત” નો પ્રારંભ થશે:
–
પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમા યોજાશે “નિરામય ગુજરાત” નો શુભારંભ કાર્યક્રમ:
–
ડાંગ, આહવા: તા: ૧૦: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વાકાંક્ષી કાર્યક્રમ એવા “નિરામય ગુજરાત”નો રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ શુભારંભ કાર્યક્રમ યોજાશે.
તા.૧૨મી નવેમ્બર, ૨૦૨૧ના રોજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરણાત્મક ઉપસ્થિતિમા સવારે ૯:૩૦ વાગ્યા થી યોજાનાર “નિરામય ગુજરાત” શુભારંભ કાર્યક્રમ દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તબીબી નિદાન અને સારવાર કેમ્પ સાથે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લાભાર્થીઓને યોજનાકીય લાભોનુ પણ વિતરણ કરાશે.
આહવાના ડાંગ દરબાર હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમા મંત્રીશ્રી દ્વારા વિવિધ સેવાઓના નિરીક્ષણ સાથે નિરામય કાર્ડના લાભાર્થીઓ ઉપરાંત ડિજિટલ હેલ્થ આઇ.ડી., અને માં-કાર્ડના લાભાર્થીઓને પણ વિવિધ લાભો એનાયત કરાશે.
દરમિયાન “નિરામય ગુજરાત” વિષયક દસ્તાવેજી ચિત્રના નિદર્શન સાથે પુસ્તક વિમોચન, અને શપથ ગ્રહણ ઉપરાંત રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ પ્રસારીત કરાશે.
કાર્યમાં ઉજવણીના ભાગરૂપે આયોજિત મેડિકલ કેમ્પ દરમિયાન હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મોઢા-સ્તન અને ગર્ભાશયના મુખનુ કેન્સર, કિડનીની બિમારી, પાંડુ રોગ, તથા કેલ્શિયમની ઉણપ જેવા રોગો ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરાશે.