
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ
આદિ બજાર, આદિવાસી હસ્તકલા, સંસ્કૃતિ, ભોજન અને વાણિજ્યની ભાવનાની ઉજવણીનું ઉદ્ઘાટન વહીવટી ભવન, એકતાનગર, નર્મદા ખાતે થયું:
આઝાદી કા અમૃત મહોત્સવની વર્ષભરની ઉજવણી ચાલુ રાખીને અને કોવિડ-19 રોગચાળાની ત્રીજી લહેરના ઘટાડાને લીધે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો લાભ ‘આદિ બજાર’ માટે મળ્યો:
આદિજાતિ બાબતોના મંત્રાલયે ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન લિ. “આદિ બજાર”ના રૂપમાં આદિવાસી કલા અને હસ્તકલાના પ્રદર્શનને પુનર્જીવિત કર્યું:
TRIFED પ્રાદેશિક કચેરી ગુજરાત દ્વારા 26મી માર્ચ 2022થી 05મી એપ્રિલ 2022 દરમિયાન વહીવટી ભવન ગ્રાઉન્ડ, એકતાનગર, નર્મદા ખાતે “આદિ બજાર – 2022”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ “આદિ બજાર-2022”નું ઉદ્ઘાટન માનનીય રાજ્ય મંત્રી આદિજાતિ વિભાગ શ્રીમતી નિમિષાબેન સુથાર અને માનનીય રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ TRIFEDના માનનીય અધ્યક્ષશ્રી રામસિંહ રાઠવા અને સ્થાનિક ધારાસભ્યો અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.આદિ બજાર, આદિવાસી લોકો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો અને હાથવણાટના માલસામાનને દર્શાવતું વાઇબ્રન્ટ પ્રદર્શન બની રહ્યું મુલાકાતીઓ માટે આદર્શ સંભારણું પણ બન્યું. આ 11 દિવસનું પ્રદર્શન હતું જે વહીવટી ભવન ગ્રાઉન્ડ, એકતાનગર, નર્મદા ખાતે યોજાયું હતું. ભારતભરનાં આદિવાસી કારીગરો વિવિધ રાજ્યોમાંથી આવ્યા હતા અને આ “આદિ બજાર-2022” માં તેમના વેચાણ તેમજ પ્રદર્શન માટે વિવિધ ઉત્પાદનો સાથે ભાગ લીધો હતો. આ ઇવેન્ટ દરમિયાન હજારો પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેમના પ્રતિભાવો આપ્યા છે કે તેઓ ઇચ્છે છે કે આ પ્રકારનો તહેવાર “આદિ બજાર” વર્ષમાં એકવાર SOU ખાતે યોજવામાં આવે કારણ કે આ સ્થળ તેના પ્રવાસન ક્ષેત્ર માટે ખૂબ જાણીતું છે.
“આદિ બજાર” ના આ સમયગાળામાં રાજ્ય સરકારના વિભાગ અને SOU ઓથોરિટી સ્ટાફ, વન વિભાગ વગેરેના ઘણા ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેમજ તેઓએ તેમના પ્રતિભાવ તરીકે સૂચવ્યું છે કે અન્ય રાજ્યોના આદિવાસી લોકોની કૌશલ્ય અને મહેનતનું અવલોકન કરીને સ્થાનિક આદિવાસી લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવું જોઈએ. બધા સહભાગી સપ્લાયર્સે આ ઇવેન્ટ માટે તેમના હકારાત્મક પ્રતિસાદ સબમિટ કર્યા છે અને આ સ્થાન પર આવી ઇવેન્ટની માંગણી પણ કરી છે અને તેમને ફરીથી આમંત્રિત કરવાનું કહ્યું છે કારણ કે કોવિડ-19 સમયગાળા પછી કેટલાક કારીગરોએ આ “આદિ બજાર”માં તેમના ઉત્પાદનો વધુ વેચ્યા છે.
શ્રી અજીત વાછાણી, પ્રાદેશિક મેનેજર, TRIFED ગુજરાતના જ્ણાવ્યા મુજબ આ આદિ બજારમાં ભાગ લીધેલ આદિવાસી કલાકારોને આ મેળા દ્વારા બહારના ₹ 25.00 લાખ (અંદાજે) મૂલ્યના જથ્થાબંધ ઓર્ડર મળ્યા છે અને તેઓએ તેમની ₹ 19.00 લાખ (અંદાજે) કિંમતની વસ્તુઓ વેચી છે સાથેજ તેમને TRIFED RO ઓફિસમાંથી ₹ 25.00 લાખ (અંદાજે)નો ઓર્ડર મળ્યો.
“મને આનંદ છે કે TRIFED એ ભારતના આદિવાસીઓની આજીવિકા વધારવા માટે આ પહેલ કરી છે. આવા બજારો દેશભરની આદિવાસી સંસ્કૃતિને મોટા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. ” શ્રી રામસિંહ રાઠવા, ચેરમેન TRIFEDએ એમ કહીને ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું. કે આદિવાસી જીવનના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરતા, 11 દિવસના આ ઉત્સવમાં દેશના તમામ રાજ્યોમાંથી આદિવાસી હસ્તકલા, કલા, ચિત્રો, કાપડ અને ઝવેરાતનું પ્રદર્શન-કમ-વેચાણ છે.
આદિ બજારોમાં, મુલાકાતીઓ ભારતની આદિવાસીઓ અને આદિવાસી કારીગરો દ્વારા ઓફર કરવામાં આવતી શ્રેષ્ઠતાનો નમૂનો લઈ શકે છે જેમકે મધ્યપ્રદેશની પ્રખ્યાત મહેશ્વરી સાડીઓથી લઈને લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ગરમ ઊનના કપડા, આદિવાસીઓ દ્વારા મેળવેલી વિવિધ રોગપ્રતિકારક શક્તિ વધારતી જડીબુટ્ટીઓ અને મસાલાઓ, પશ્ચિમ બંગાળના ખાસ મધ અને ઓર્ગેનિક ઉત્પાદન માટે; રાજસ્થાનના પ્રખ્યાત માટીકામ.
TRIFED, આદિવાસી સશક્તીકરણ તરફ કામ કરતી નોડલ એજન્સી તરીકે, આદિવાસી લોકોની જીવનશૈલી અને પરંપરાને જાળવી રાખીને, તેમની આવક અને આજીવિકા સુધારવામાં મદદ કરતી અનેક પહેલો કરી રહી છે. આદિ બજાર એવી એક પહેલ છે જે આ સમુદાયોના આર્થિક કલ્યાણને સક્ષમ કરવામાં અને તેમને મુખ્ય પ્રવાહના વિકાસની નજીક લાવવામાં મદદ કરે છે. આ મેળા દરમ્યાન કુલ અંદાજિત ૭૨ લાખ રૂપિયાના પત્યક્ષ અને પરોક્ષ વેચાણથી ૫૦થી વધુ સ્ટોલમાં હાજર રહેલા ૧૦૦થી વધુ કારીગરોને લાભ થયો છે.