
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત મહિલા કો-ઓપરેટીવની 11મી સાધારણ સભા યોજાઈ:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટ અંતર્ગત મહિલા કો-ઓપરેટીવની 11મી સાધારણ સભા નિવાલ્દા ડિસ્પેન્સરી, જીવનદીપ સાગબારા, સ્નેહાલયા બેડવાણ નાં સયુંક્ત ઉપક્રમે યોજાઇ હતી.
આ સાધારણ સભામાં નવા પ્રમુખ ની બહાલી કરી અને વાર્ષિક અહેવાલો રજૂ કરાયા હતા. તેમજ આ સંસ્થા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ માટે જીવાદોરી સમાન છે. જે છેલ્લા 11 વર્ષ થી સતત ડેડીયાપાડા , સાગબારા, રેલ્વા, ઉમરપાડા જેવા અંતરિયાળ અને પછાત વિસ્તારોની મહિલાઓ માટે ધિરાણ અને બચત ની સવલતો પુરી પાડનાર આ સંસ્થા ફક્ત મહિલાઓ દ્વારા જ ઓપરેટ થાય છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક સલાહકાર અને કેરલાનાં સૂપિરિયર સિસ્ટર મેરી ફૂટી, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેરમાબેન વસાવા, લીગલ હેડ એડવોકેટ પ્રિયંકા વસાવા, મહિલા કો-ઓપરેટીવ સેક્રેટરી, સુપરવાઈઝરો, હેલ્થ વર્કરો, પ્રમુખ અને સભ્યો, સિસ્ટર ગ્રેસી નિવાલ્દા ડિસ્પેન્સરી સૂપિરિયર અને કારમેલાઈટ મિશનરીનાં સિસ્ટર, તેમજ ચૂંટાયેલ મહિલા સરપંચો, મહિલા સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા