
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વડોદરાના “નિર્વધ્ય ફાઉન્ડેશન-ભવ્ય ભારત ફાઉન્ડેશન” તરફથી રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ, દેડીયાપાડા-ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને તિલકવાડા-સાગબારા CHC માટે જિલ્લાને CSR એક્ટીવીટી અંતર્ગત ૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સુવિધાની ભેટ:
USA ફ્લોરિડામાં રહેતા બિન નિવાસી ભારતીય ( NRI ) પરિવારો પાસેથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ડોનેશન મેળવી ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો જથ્થો મેળવવામાં USA ફ્લોરિડાના શ્રી વિપુલભાઇ પટેલના અમૂલ્ય યોગદાન સાથે વડોદરાના શ્રી રંગમ ત્રિવેદીનો પણ અભૂતપૂર્વ સહયોગ
રાજપીપલા : કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને નર્મદા જિલ્લામાં કોરોનાનાં દરદીઓને સારવારમાં ઉપયોગી બની રહે તેવા અનેકવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની સવલત-સુવિધાનો વ્યાપ વિસ્તારવા નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ ધ્વારા પાછલા વર્ષમાં થયેલા પ્રયાસોની જેમ ચાલુ વર્ષે પણ શ્રી શાહ તરફથી થઇ રહેલાં સતત અને સુચારા આયોજનના ફળ સ્વરૂપે વડોદરાના “નિર્વધ્ય ફાઉન્ડેશન-ભવ્ય ભારત ફાઉન્ડેશન” ધ્વારા નર્મદા જિલ્લાને ૨૫ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આજે પ્રાપ્ત થઇ છે. USA ફ્લોરિડાના શ્રી વિપુલભાઇ પટેલના અથાક પ્રયત્નથી USA ફ્લોરિડામાં રહેતા બિન નિવાસી ભારતીય ( NRI ) પરિવારો પાસેથી આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ડોનેશન મેળવી ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો જથ્થો મેળવવામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. કોવિડની ગત પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ CSR હેઠળ શ્રી વિપુલભાઇ પટેલ કોવિડની સતત પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં છે અને વડોદરાના શ્રી રંગમ ત્રિવેદી મારફત ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિતરણ માટે તેઓશ્રીએ ભારે જહેમત ઉઠાવી છે અને તેમાં શ્રી રંગમ ત્રિવેદીનો પણ અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો છે, જેથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા શ્રી વિપુલભાઇ પટેલ અને શ્રી રંગમ ત્રિવેદીનો ઋણ સ્વીકારી આભારની લાગણી વ્યક્ત કરાઇ છે.
વડોદરાના “નિર્વધ્ય ફાઉન્ડેશન-ભવ્ય ભારત ફાઉન્ડેશન” દ્વારા નર્મદા જિલ્લાને ફાળવાયેલ ઉક્ત ૨૫ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૈકી રાજપીપલાની કોવિડ હોસ્પિટલને-૦૫, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલને-૦૫, દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને-૦૫, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને-૦૩ અને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રને-૦૭ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફાળવવામાં આવ્યાં છે. વડોદરાની ઉક્ત સંસ્થાના શ્રી રંગમ ત્રિવેદી વગેરે દ્વારા આજે ઉક્ત ઓક્સિજન કોન્સન્ટ્રેટરના સાધનો સંબંધિત હોસ્પિટલને સુપ્રત કરાયાં હતાં.