
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા કલાકારો જોગ:
કલા મહાકુંભ-૨૦૨૨ માટે અરજીઓ મંગાવાઇ: રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૬/૦૧/૨૦૨૨
…………………..
કલાકારોની સુવિધા માટે દરેક તાલુકા કક્ષાએ તાલુકા કન્વીનરની નિમણૂંક કરવામાં આવી:
…………………..
વ્યારા-તાપી: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત ગમત કચેરી તાપી દ્વારા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૩૦ વિવિધ સાંસ્ક્રુતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ શરૂ થતી કુલ ૦૬ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકન્રુત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકત્રૂત્વ, ચિત્રકલા, અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેંડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન, તેમજ સીધી પ્રદેશકક્ષાએથી સરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહતી, અટ્ટમ, કૂચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મ્રુંદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો, વગેરે કૃતિઓની સ્પર્ધા યોજાશે.
જે અન્વયે તાપી જિલ્લામાં આ સ્પર્ધાઓમાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોની સુવિધા માટે તાલુકા કક્ષાએ તાલુકા કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે. જેથી ઉપરોક્ત સ્પર્ધઓમાં ભાગ લેવા ઇચ્છુંક કલાકારોએ જે-તે તાલુકા કક્ષાએ પોતાનું અરજીફોર્મ તાલુકા કન્વીનરોને પહોચાડવાનું રહેશે.
વ્યારા તાલુકાના કલાકારોએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિધ્યાલય વ્યારા ખાતે કન્વીનર આશિષ શાહ, સોનગઢ તાલુકાના સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ કન્વીનર આશિષ ગામીત, વાલોડ તાલુકાના બી.ટી. ઝવેરી હાઈસ્કૂલ બુહારીના કન્વીનર અશોક પટેલ, ડોલવણ તાલુકા વિવિધલક્ષી હાઈસ્કૂલ ડોલવણ કન્વીનર રાજેશ ચૌધરી, ઉચ્છ્લ તાલુકા સાર્વજનિક હાઈસ્કૂલ કન્વીનર દિપકભાઈ કેપ્ટન, નિઝર તાલુકા આર.જી. પટેલ વિધ્યાલય નિઝર કન્વીનર રમેશ પટેલ તથા કુકરમુંડા તાલુકા સદગવાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા કન્વીનર કમલેશ માહ્યાંવશીને અરજીઓ જમા કરાવવાને રહેશે.
કલા મહાકુંભની વિગતવાર નિયમો બાબતે વધુ જાણકારી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-6 પ્રથમમાળથી મેળવી શકાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.