
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે આજે જિલ્લાનાં શિક્ષિત યુવાનોએ કરી વ્રુક્ષો અને પર્યાવરણ બચાવવા અનોખી પહેલ:
રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમ અને ફરજને ઉજાગર કરતો પવિત્ર તહેવાર છે, આ પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષાબંધનનાં દિવસે વૃક્ષોને રક્ષાકવચ તરીકે રાખડી બાંધી યુવાનોએ કરી પ્રકૃતિનાં જતનની સાથે સંવર્ધનની નેમ વ્યક્ત કરી… ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પ્રકૃતિથી ઘેરાયેલ વિસ્તાર છે, આ વિસ્તાર પ્રાકૃતિક સોંદર્ય સભર અને ગાઢ જંગલનો પ્રદેશ છે, અહિયાં મળી આવતી અને કુદરતી રીતે ઉગી નીકળતી ઔષધીઓ માનવ જીવનમાં ખુબ જ ઉપયોગી અને મહત્વ ધરાવે છે, ડાંગ જિલ્લામાં વસતા માનવીનું અને આદિવાસીઓનું અભિન્ન અંગ કહો તો એ પ્રકૃતિ જ છે, કદાચ એમ કહેવું અતિરેક નહિ હોય કે માનવ જીવન વ્રુક્ષો વગર કલ્પના પણ નહી કરી શકાય! કારોના કહેર વખતે પ્રાણવાયું ની ઉભી થયેલી ખોટ અગર બહુ જલ્દી પૂર્ણ કરવી હોય તો એ છે વ્રુક્ષો અને પર્યાવરણનું જતન, વ્રુક્ષો તો માનવીના મિત્ર છે, અને તેમનું જતન આપણી ફરજ એટલે જ આદિવાસીઓ પ્રકૃતિ પૂજક તરીકે ઓળખાય છે, અને ડાંગનાં જનજીવનમાં પ્રકૃતિ આધારીત પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહે છે, આજરોજ ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન, આજ નાં દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા કવચ તરીકે રાખડી બાંધી દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છાઓ આપે છે, ત્યારે ડાંગ જિલ્લામાં શિક્ષિત યુવાનોએ ચાલુ વર્ષે રક્ષાબંધનનાં દિવસે નવી પહેલની શરૂઆત કરી છે, ડાંગ જિલ્લાનાં શિક્ષિત યુવાનોએ આજરોજ રક્ષાબંધનનાં દિવસે જંગલ વિસ્તારમાં આવેલ વૃક્ષોની પૂજા અર્ચના કર્યા બાદ આ વૃક્ષોને રક્ષા કવચ તરીકે રાખડી બાંધી પ્રકૃતિનાં જતનની નેમ વ્યક્ત કરી હતી, ડાંગ જિલ્લાનાં આ યુવાનોની વૃક્ષો બચાવોની અનોખી પહેલને સૌ કોઈ ડાંગવાસીઓએ બિરદાવી રહયાં છે.