
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ:
શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે શ્રીયમ એમ.પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર દ્વારા વનભોજન યોજાયું:
કમલેશ ગાંવિત, વાંસદા: ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર શાળા નુ વનભોજન શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળા નાં કેજી થી લઈ ધોરણ 12 સુધીના બાળકો એ ભાગ લીધો હતો. આજ રોજ યોજાયેલ વનભોજન કાવડેજ મંદિર તેમજ ઉમરકુઈ નાં સથવારે ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતાં. જેમાં ભજનિક કલાકાર દ્વારા શાળા નાં બાળકોને ગરબાનાં તાલે ઝુમાવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ ની ઉજવણી ને લઈ શાળા ના વિદ્યાર્થીઓ અને નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના નાં મંત્રી સ્વામી શ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ તેમજ ગામનાં અગ્રણી સુરેશભાઈ થોરાટ તેમજ કાવડેજના મગનભાઇ માહલા સાથે ગગપુર ગામનાં માજી સરપંચ શ્રી રાજેન્દ્રભાઇ ઉપસ્થીત રહ્યા હતા. તેમજ ઘોડમાંળ હાઈસ્કુલ ના આચાર્ય શ્રી રમેશ ભગરિયા, આશ્રમ શાળાનાં રાજુભાઈ તેમજ શાળા ના ડાયરેકટર કીશોર પટેલ તેમજ કેમ્પસ ડાયરેકટર ભાવેશ પટેલ ઉપસ્થિત રહી શાળા ના વિદ્યાર્થીઓ, બાળકો ને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.
આં વન ભોજન કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી મણીલાલ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય હિમ્મત ચૌહાણ, શિક્ષક શ્રી ધનસુખ ગાવિતે ખુબજ ઉત્સાહ પૂર્વક રસ લઈને કાર્યક્ર્મને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.